વર્ષ 2017માં પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસી હરિફ કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણને 30,993 મતની લીડથી હરાવ્યા હતા. ભાવનગર ગ્રામ્યની બેઠક પર ભાજપના પરષોત્તમ સોંલકી છે. જેમની ઉંમર 61 વર્ષ છે અને તેઓ ડિપ્લોમા ઇન ELC છે તેમની પાસે 2 વાહન છે તેમજ તેમની પાસે જંગમ મિલકત કુલ 6, 94,40,256 રૂપિયા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગોહિલ રેવંતસિંહ બટુકભા 50 વર્ષના છે અને ધોરણ 12 પાસ છે તેમની પાસે 8 વાહન છે તેમની સંપત્તિ 50,53,226 રૂપિયા છે. તો AAPના ઉમેદવાર ગોહિલ ખુમાણસિંહ નટુભાની ઉંમર 37 વર્ષ છે અને તેઓ ધોરણ 9 પાસ છે તેમની પાસે 1 વાહન છે તેમની જંગમ મિલકત કુલ 2,29,500 રૂપિયા છે.
વર્ષ 2017માં પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસી હરિફ કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણને 30,993 મતની લીડથી હરાવ્યા હતા. પરસોત્તમભાઈ સોલંકીને 89,555 મત જ્યારે કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. વર્ષ 2012માં ભાજપ તરફથી પરષોતમ સોલંકીએ કોંગ્રેસના અને ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને ટીકીટ આપી હતી. તે ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીએ 18,554 મતોથી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને હરાવીને ભાજપનો ભગવો લહેરાવ્યો હતો.
કોંગ્રસના ગઢ પર ભાજપે ખિલવ્યું કમળ
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ઘોઘા રો-રો ફેરી સર્વિસ, સિહોરની સર્વોત્તમ ડેરી અને સિહોરની રોલિંગ મિલોની GIDC પણ આવેલી છે.
ભાવનગરના વર્તમાન સાંસદ ભાજપના ડો. ભારતીબેન ધીરૂભાઈ શિયાળ છે, જેમણે ભાવનગરની ટ્રેન અંગેની વિવિધ સમસ્યા ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. અહીં કોળી સમાજનો દબદબો રહ્યો છે. મહુવા, પાલિતાણામાં કોળી ઉમેદવાર જીત્યા છે. લોકસભા જીતેલા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી આવે છે. જેમા ભારતીબેન શિયાળ પણ કોળી સમાજમાંથી આવે છે.