ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) ને પસંદ કરનારા દર્શકોનો એક બહુજ મોટો વર્ગ છે, અને ઓટીટીના તે તમામ ચાહકો માટે આ અઠવાડિયુ શાનદાર રહેવાનુ છે. કેમ કે આ વીકમાં અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર એકથી એક ચઢિયાતી ફિલ્મો (Film) સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. જાણો આ અઠવાડિયે કઇ કઇ ફિલ્મો ઓટીટી પર એન્ટ્રી મારશે.
‘બ્લર (Blurr)’ –
જાણીતી ફિલ્મ એક્ટ્રેસ તાપસી પન્નૂની અપકમિંગ ફિલ્મ ‘બ્લર (Blurr)’ 9 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ જી 5 પર રિલીઝ થવા જઇ રહી છે. હવે જોવાનુ એ છે કે તાપસીની આ ફિલ્મ દર્શકો વચ્ચે કેવી ધમાલ મચાવશે.
‘યશોદા (Yashoda)’ –
દિગ્ગજ સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu)ની 11 નવેમ્બરે ફિલ્મ મોટા પડદે રિલીઝ થઇ હતી, ‘યશોદા (Yashoda)’ને બૉક્સ ઓફિસ પર દર્શકોને ખાસ કંઇ રિસ્પૉન્સ નથી મળ્યો, અને હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઇમ વીડિયો પર 9 ડિસેમ્બરે સ્ટ્રીમ થઇ રહી છે.
‘કૉફી વિધ કધલ (Coffee with Kadhal)’ –
તામિલ ફિલ્મ ‘કૉફી વિધ કધલ (Coffee with Kadhal)’ જે 4 નવેમ્બરે ફિલ્મી પડદા પર રિલીઝ થઇ હતી, ફિલ્મમાં ત્રણ ભાઇની કહાણીને બતાવવામાં આવી હતી, હવે આ ફિલ્મ આ અઠવાડિયે 9 ડિસેમ્બરે જી 5 પર સ્ટ્રીમ કરવામાં આવશે
માસૂમ રાગા (Monsoon Raaga)’ –
જાણીતા કલાકાર ધનંજયની ‘માસૂમ રાગા (Monsoon Raaga)’ને 16 સપ્ટેમ્બરે થિએટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી, ફિલ્મ (Film)ને દર્શકોને ખુબ પ્રેમ મળ્યો, અને હવે રિલીઝના લાંબા સમય બાદ 9 ડિસેમ્બરે જી 5 (Zee 5) પર સ્ટ્રીમ કરવામાં આવશે.
સારા અલી ખાનને દિવંગત સુશાંત સિંહ રાજપૂતની આવી યાદ, ભાવુક થઈ કહ્યું..
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટો અને વીડિયો શેર કરે છે, જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. સારા અલી ખાનની સિનેમેટિક કરિયરની શરૂઆત વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી થઈ હતી. આ ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. આ ફિલ્મે તેની રિલીઝને ચાર વર્ષ પૂર્ણ કર્યા છે અને આ ખાસ અવસર પર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે અને એક લાંબું કેપ્શન લખ્યું છે. સારાએ પોસ્ટમાં સ્વર્ગસ્થ સુશાંતને પણ યાદ કર્યા છે.
સારાની પોસ્ટ શું છે
સારા અલી ખાને ફિલ્મ કેદારનાથ સાથે જોડાયેલી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તસ્વીરોમાં સારા, સુશાંત, દિગ્દર્શક અને ટીમના કેટલાક અન્ય તેમજ શૂટની અલગ-અલગ ક્ષણો બતાવવામાં આવી છે. આ તસવીરો સાથે સારાએ કેપ્શનમાં લખ્યું, ‘મારું સૌથી મોટું સપનું 4 વર્ષ પહેલા સાકાર થયું. મને લાગે છે કે આ સ્વપ્ન હજુ પણ છે અને કદાચ હંમેશા રહેશે. હું ઑગસ્ટ 2017માં પાછા જવા માટે તે બધા શૂટ માટે અને તે બધી ક્ષણોને ફરીથી જીવંત કરવા માટે કંઈપણ કરીશ.
સુશાંત પાસેથી ઘણું શીખવા મળ્યું…
સારાએ સુશાંતનો ઉલ્લેખ કરતા આગળ લખ્યું, ‘સુશાંત પાસેથી સંગીત, ફિલ્મો, પુસ્તકો, જીવન, અભિનય, તારાઓ અને આકાશ વિશે ઘણું શીખવા મળ્યું. બધાએ ઉગતા અને અસ્ત થતા સૂર્યને જોયો, નદીઓનો અવાજ સાંભળ્યો, મેગી અને કુરકુરેનો આનંદ માણ્યો, ચાર વાગે જાગી ગયા… તૈયાર થયા અને ગટ્ટુ સરના આદેશનું પાલન કર્યું. જીવનભરની આ યાદો માટે આભાર.