રમત ગમત

ભારત માટે બાંગ્લાદેશ બન્યો ‘અકસ્માત’નો પ્રવાસ, એક જ દિવસમાં બની 4 ઘટનાઓ

બાંગ્લાદેશ (India Vs Bangladesh) પ્રવાસ ભારત માટે ભયાનક ચાલી રહ્યો છે. અને હદ તો ત્યારે થઈ જ્યારે એક જ દિવસે 4 ઘટનાઓએ તંત્રને હચમચાવી નાખ્યું. જે અંગે સવાલો પણ થઈ રહ્યા છે.

ટીમ ઈન્ડિયા માટે બાંગ્લાદેશનો પ્રવાસ ભયંકર સાબિત થઈ રહ્યો છે. કારણ કે, એક જ દિવસમાં 4 ઘટના બની હતી. જેને આખી સિસ્ટમે હચમચાવી નાંખ્યુ છે. અંતે એવું શુ થયું છે બાંગ્લાદેશમાં ચાલો જાણીએ.

બાંગ્લાદેશમાં ભારતીય ટીમની સાથે 4 ઘટનાઓ સર્જાય હતી. બાંગ્લાદેશ પ્રવાસ અક્સ્માતનો પ્રવાસ બની ગયો છે કારણ કે 7 નવેમ્બરની સૌથી મોટી ઘટના વનડે સિરીઝ ગુમાવાથી બની હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી વનડે 5 રનથી ભારતે ગુમાવવાનો વારો આવ્યો છે.

બાંગ્લાદેશમાં વધુ એક ઘટના રોહિત શર્માની ઈજાથી બની હતી. બીજી વનડેમાં ફિલ્ડિગ દરમિયાન ભારતીય કેપ્ટનના હાથમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર થવું પડ્યું અને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે અહેવાલો એવા છે કે, છેલ્લી વનડે તો શું ટેસ્ટ સિરીઝ પણ રમી શકશે કે નહિ.

એક જ દિવસની 2 ઘટનાઓનો માર ભારતીય ટીમની સાથે સહન કરવો પડ્યો હતો. ત્યારબાદ વધુ એક ઘટના દિપક ચહરની સાથે હેમસ્ટ્રિંગની ઘટનાને લઈ બની હતી. તેને પોતાની ઈજાને લઈ વનડે સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતુ

બાંગ્લાદેશ પ્રવાસની ઘટનાઓ 7મી નવેમ્બરે કુલદીપ સેનની પીઠની ઈજાથી શરૂ થઈ હતી. જેની જાણકારી કેપ્ટન રોહિત શર્મા અને BCCIએ મેચ પહેલા ટોસ સમયે આપી હતી

 

 

 

administrator
R For You Admin