ગુજરાત

વડગામથી જિગ્નેશ મેવાણીનો વિજય, ભારે રસાકસી બાદ સતત બીજી વખત જીત્યા કોંગ્રેસ નેતા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.

જિગ્નેશ મેવાણી ગત ચૂંટણીમાં વડગામથી જીત્યા હતા. ત્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તો પણ જીત્યા હતા. આ વખતે તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને તેઓનો વિજય થયો હતો.વડગામથી જિગ્નેશ મેવાણીનો વિજય થયો છે. છેલ્લે સુધી ચાલેલી રસાકસીમાં એક સમયે તેઓ પાછળ ચાલતા હતા પણ પરિણામ આવ્યા બાદ તેઓનો 7 હજારથી વધારે માટે વિજય થયો હતો.

ભૂપેન્દ્ર-નરેન્દ્રની જોડી

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે કે જેને આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં ગુજરાતની જાણતાને અપીલ કરી હતી કે આ વખતે ભૂપેન્દ્રએ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડવાના છે. અને આ વાત સાચી પડતી જણાઈ રહી છે.

ઐતિહાસિક રેકોર્ડ

માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.

 

administrator
R For You Admin