ટેકનોલોજી

Samsung Galaxy સ્માર્ટફોનમાંથી Samsung Pay ને આ રીતે કરો ડિસેબલ કે રિમૂવ

આજકાલ મોટાભાગના સ્માર્ટફોનમાં કેટલીય એપ્સ એવી હોય છે જે પ્રી-ઇન્સ્ટૉલ્ડ આવે છે, અને કેટલાય લોકો આવી એપ્સને યૂઝ નથી કરતા, કંપનીનો ઉદેશ્ય યૂઝર્સના એક્સપીરિયન્સને બનાવવા માટે આવી એપ્સ આપવાનો હોય છે, જ્યારે યૂઝર્સ આવી એપ્સને વધૂ યૂઝ નથી કરતા અને તે તેના માટે બેકાર સાબિત થાય છે, આવી જ એપ છે સેમસંગ પે. સેમસંગ પેનો યૂઝ જો તમે ના કરતા હોય તો તેને તમે આસાનીથી તમારા ફોનમાંથી રિમૂવ કરી ડિસેબલ કરી શકો છો.

જો તમે ગેલેક્સી સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો આ એપને બંધ કરવી કે અનઇન્સ્ટૉલ કરવામા તમારી મદદ કરવા માટે અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ કરી આપી છે.

ગેલેક્સી ફોન પર સેમસંગ પેને બંધ કરવા માટે  – 

પોતાના સ્માર્ટફોનમાં સેમસંગ પે એપ ઓપન કરો.
પોતાની સ્ક્રીનના ઉપર ડાબા ખુણામાં ઉપલબ્ધ ત્રણ લાઇન મેનૂ આઇકૉન પર ટેપ કરો.
સેટિંગ ટેબલ જાઓ.
યૂઝ ફેવરેટ કાર્ડ્સ ઓપ્શન પર ટેપ કરો.
લૉક સ્ક્રીન, હૉમ સ્ક્રીન અને સ્કર્ીન ઓફ માટે ટૉગલ ઓફ કરો.

જ્યારે સેમસંગ પે બંધ થઇ જાય છે, તો તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવી શકે છે,અને આની સાથે પેમેન્ટ ટર્મિનલ પર ટેપ કરો છો, જોકે, સેમસંગ ફોન સેમસંગને અનઇન્સ્ટૉલ કરવા અને પુરેપુરી રીતે છૂટકારો મેળવવામાં મદદ કરે છે, અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે આને કઇ રીતે પોતાના ફોનમાં થી હટાવી શકો છો.

પોતાના ગેલેક્સી ફોનમાંથીા સેમસંગ પેને હટાવવા માટે –

પોતાની એપ ડ્રૉઅર પર જાઓ, સેમસંગ પે આઇકૉનને ત્યાં સુધી દબાવી રાખો જ્યાં સુધી એક મેન્યૂ દેખાય ના.
અનઇન્સ્ટૉલ ઓપ્શન પર ટેપ કરો.
આ નક્કી કરવા માટે ઓકે બટન પર દબાવો કે તમે આ એપને અનઇન્સ્ટૉલ કરવા માંગો છો.

 

Jobs In Samsung: છટણીના સમયમાં સેમસંગ ઇન્ડિયા ટૂંક સમયમાં કરશે બમ્પર ભરતી, 1000 એન્જિનિયરોને આપશે નોકરી

obs In Samsung: એવા સમયે જ્યારે મોટી ટેક કંપનીઓ વિશ્વભરમાં હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે, સેમસંગે બુધવારે જણાવ્યું હતું કે તે ભારતમાં તેની R&D સંસ્થાઓમાં અત્યાધુનિક તકનીકો પર કામ કરવા માટે IIT અને ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાંથી લગભગ 1,000 એન્જિનિયરોની (Jobs In Samsung) ભરતી કરશે. નવા કર્મચારીઓ આવતા વર્ષે સેમસંગ આરએન્ડડી ઇન્સ્ટિટ્યૂટ-બેંગ્લોર (એસઆરઆઈ-બી), સેમસંગ આરએન્ડડી ઇન્સ્ટિટ્યૂટ-નોઇડા, સેમસંગ આરએન્ડડી ઇન્સ્ટિટ્યૂટ-દિલ્હી અને સેમસંગ સેમિકન્ડક્ટર ઇન્ડિયા રિસર્ચમાં બેંગલુરુમાં જોડાશે.

2023માં યુવા એન્જિનિયરો કંપનીમાં જોડાશે

આ યુવા ઇજનેરો 2023 માં કંપનીમાં જોડાશે અને તેની બેંગલુરુ, નોઇડા, દિલ્હી અને સેમસંગ સેમિકન્ડક્ટર ઇન્ડિયા રિસર્ચમાં બેંગલુરુમાં R&D સંસ્થાઓમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી પર કામ કરશે. નવા કર્મચારીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઈમેજ પ્રોસેસિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), કનેક્ટિવિટી, ક્લાઉડ, બિગ ડેટા, બિઝનેસ ઈન્ટેલિજન્સ, પ્રિડિક્ટિવ એનાલિસિસ, સિસ્ટમ-ઓન-એ-ચિપ (SoC) જેવી નવી યુગની તકનીકો પર કામ કરશે

administrator
R For You Admin