મનોરંજન

ડોઢ લાખ નો દુલ્હા’નું ધમાકેદાર ગીત રિલીઝ થયું, ફિલ્મ આ દિવસે રિલીઝ થશે

ફિલ્મ Dedh Lakh Ka Dulha રિલીઝ માટે સંપુર્ણ તૈયાર છે. ફિલ્મના નામથી ફિલ્મની સ્ટોરીનો અંદાજો લગાવી શકાય છે કે, ફિલ્મમાં ખુબ મજા આવશે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. જેને જોયા બાદ તમે પોતાના હસવા પર કાબુ રાખી શકશો નહિ. આ વચ્ચે મેકર્સે ફિલ્મનું એક ગીત રિલીઝ કર્યું છે. ફિલ્મનું મજેદાર ગીત ગુડ્ડુ નાચ ગીતને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતને કેકે મ્યુઝિક વર્લ્ડના ઓફિશયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાઈ છે. ફિલ્મમાં ધ્રુવ છેડા, અખિલેન્દ્ર મિશ્રા, હર્ષિતા પંવાર, અહેસાન ખાન, ઈશિતયાક ખાન, અભય પ્રતાપ સિંહ અને સાહિલ પટેલ જેવા કલાકારો મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મની દમદાર કાસ્ટિંગ માટેનો ફાળો અરુણ કુમાર સિંહને જાય છે. જેમણે દરેક પાત્ર અનુસાર પસંદગી કરી છે.

દેશભરના 352 સિનેમાઘરોમાં રિલીઝ

શાહિદ માલ્યાએ તેમના અવાજ અને શૈલીમાં ‘ગુડ્ડુ નાચ’ ગાયું છે, તેનું સંગીત શાહજહાં શેખે આપ્યું છે અને ગીત અભય પ્રતાપ સિંહે લખ્યું છે. જણાવી દઈએ કે અભય પ્રતાપ સિંહ પણ આ ફિલ્મના ડાયરેક્ટર છે અને તેઓ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એટલું જ નહીં, તેની પ્રોડક્શન કંપની ‘એપીએસ પિક્ચર્સ’ પણ આ ફિલ્મની પ્રેઝેન્ટર છે. જ્યારે જયા છેડાએ કોમેડી ફિલ્મ ‘દેઢ લાખ કા દુલ્હા’ પ્રોડ્યુસ કરી છે. ‘ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 30 ડિસેમ્બરે દેશભરના 352 સિનેમાઘરોમાં રિલીઝ થશે.

administrator
R For You Admin