બિગ બોસના ઘરમાં આ અઠવાડિયે કોણ ઘરથી બેધર થાય છે તેના પર ઓડિયન્સની નજર છે. ત્યારે આ વખતે ઘરથી કોણ બેઘર થાય છે તે સાંભળી સૌ લોકો દંગ રહી જશે. બિગ બોસના વીકએન્ડ વારથી ઘરના તમામ સ્પર્ધકોને ડર લાગે છે. નોમિનેશન સ્પર્ધકોને વીકએન્ડ કા વારમાં વધારે ભય લાગે છે. કારણ કે તેના માથા પર ઘરથી બેધર થવાની તલવાર લટકતી હોય છે. આ અઠવાડિયે બેઘર થવા માટે જે સ્પર્ધકો નોમિનેટ થયા છે તેમાં નિમ્રિત, ટીના, શાલીન અને એમસી સ્ટેન છે. તમામ ચાહકોની નજર આ વખતે નોમિનેશન પર છે
નામ સાંભળી ચાહકોને જોરદાર ઝટકો લાગશે
આ વખતે એ સ્પર્ધકોનું નામ સામે આવ્યું છે જે ઘરથી બેધર થશે. જેનું નામ સાંભળી ચાહકોને જોરદાર ઝટકો લાગશે. મળતી જાણકારી અનુસાર આ અઠવાડિયે ટીવી અભિનેત્રી ટીના દત્તા ઘરથી બેઘર થશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટીના નોમિનેશનમાં આવી રહી છે પરંતુ આ વખતે ઓછા વોટિંગના કારણે તેને બિગ બોસના ઘરમાંથી વિદાય લેવી પડશે.
સૃજિતા ડેની એન્ટ્રી
તમને જણાવી દઈએ કે, બિગ બોસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે સૃજિતા ડેની એન્ટ્રી થઈ ગઈ છે. ટીના ખુબ માયુસ જોવા મળી રહી છે. તેમણે બિગ બોસના તમામ સ્પર્ધકોને કહ્યું બિગ બોસ તેની ખુશી સહન ન થઈ. શોમાં સૃજિતા ઘરમાં આવતા જ ટીના અને તેની વચ્ચે ખુબ ઝગડો થયો હતો. સૃજિતાને જોયા બાદ ટીનાના હોશ ઉડી ગયા હતા.
જુજૂ ટીનાનો સારો મિત્ર છે. તેમણે એક વખત નહિ પરંતુ અનેક વખત કહ્યું કે, હવે તેને અહી રહેવું નથી. જો નોમિનેશનના સમાચાર યોગ્ય લાગે તો ટીનાની પ્રાર્થના પૂર્ણ થશે. અભિનેત્રી ટુંક સમયમાં જ ઘરથી બહાર થશે.
બિગ બોસની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. દર વર્ષે ચાહકો આ શોની રાહ જોતા હોય છે. દર વર્ષે દર્શકો એક સારા સ્પર્ધકને વિજેતા બનતા જોવા માંગે છે. પરંતુ આ વખતે બિગ બોસ 16 એકદમ અલગ છે. કારણ કે બિગ બોસ પોતે પણ આ વખતે સ્પર્ધકની જેમ રમી રહ્યા છે. પરંતુ તેના રમવામાં અને સ્પર્ધકોના રમવામાં બહુ ફરક નથી. એટલું જ નહીં, શોની અત્યાર સુધીની જર્ની જોયા બાદ બિગ બોસ પર અનફેર હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે