ગુજરાત

બારડોલી ના કુવાડિયા ગામે થી માદા દીપડો પાંજરે પુરાયો , વન વિભાગ એ કબ્જો લઈ દીપડાને સુરક્ષિત જંગલ માં છોડ્યો

બારડોલી તાલુકાના છેવાડે આવેલા કુવાડિયા ગામ માં છેલ્લા કેટલાક દિવસો થી ગામ ની આસપાસ દીપડો દેખાતો હોવાની ફરિયાદ ઉઠી રહી હતી , દીપડો દેખાવને લઈ ખેડૂતો તેમજ ખેતમજૂરો ખેતરે જતા પણ ગભરાઈ રહ્યા હતા અને જેને લઈ ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટના ની જાણ બારડોલી વન વિભાગ ને કરવામાં આવી હતી ,

બારડોલી વન વિભાગ ના અધિકારી એ તત્કાલિ ગ્રામજનો ની ફરિયાદ ને પગલે ગામ ની આસપાસ જ્યાં દીપડો દેખાઈ રહ્યો હતો ત્યાં નો તાગ મેળવી યોગયે સ્થાને મારણ સાથે પિંજયું ગોઠવ્યું હતું અને વન વિભાગ ને સફળતા મળી હતી , ગઈકાલે સાંજ ના સમયે મારણ ના શિકારની લાલચ માં દીપડો પિંજરા માં ગયો અને કેદ થઈ ગયો હતો ,

દીપડો પાંજરે કેદ થતા ગ્રામજનો દ્વારા વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાનો કબ્જો લઈ દીપડાની તંદુરસ્તી નું પરીક્ષણ કરી દીપડા ને જંગલ માં સુરક્ષિત સ્થાને છોડવામાં આવ્યો હતો ,દીપડો આશરે 4 વર્ષ નો અને માદા હોવાનું વન વિભાગ ના અધિકારી દ્વારા જણાવાયું હતું

administrator
R For You Admin