મહેમદાબાદના શાકભાજીના વેપારી રાજેશ સોલંકી જમાલપુર માર્કેટમા જવા માટે નીકળ્યા હતા, ત્યારે લ્યુના પર આવેલા ત્રણ લૂંટારાએ તેની ગાડીને અટકાવીને છરીની અણીએ.
મણિનગરમાં વેપારી પાસેથી લૂંટ કરનાર 2 લૂંટારાની પોલીસે ધરપકડ કરી છે. લ્યુના લઈને લૂંટ કરવા આવેલા લૂંટારાઓને લ્યુનાથી જ પકડાયા છે. ત્યારે જાણીએ કોણ છે આ ટોળકી. અને કેવી રીતે લ્યુનાએ કેસનો ભેદ ઉકેલ્યો. વાંચો વિગતવાર માહિતી આ અહેવાલમાં.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી દિપક મકવાણા અને ગજજુ રાજુ છે. જેમણે એક વેપારી પાસેથી છરીની અણીએ લૂંટ કરી પરંતુ લ્યુનાના કારણે આરોપી ઝડપાયા છે. આ ઘટના એવી છે કે મહેમદાબાદના શાકભાજીના વેપારી રાજેશ સોલંકી જમાલપુર માર્કેટમા જવા માટે નીકળ્યા હતા, ત્યારે લ્યુના પર આવેલા ત્રણ લૂંટારાએ તેની ગાડીને અટકાવીને છરીની અણીએ રોકડ રૂ 19 હજારની લૂંટ કરી હતી. પરંતુ વેપારીએ ચોર ચોરની બુમાબુમ કરતા સ્થાનિક લોકો આવી ગયા હતા. જયારે લૂંટારા લ્યુના પર બેસવા ભાગવા જતા એક લૂંટારો દિપક મકવાણા પડી જતા લોકોએ તેને ઝડપી લીધો હતો. અને, તેની પુછપરછમાં પોલીસે વધુ એક આરોપી ગજ્જુની પણ ધરપકડ કરી લીધી છે.
પકડાયેલ આરોપીઓ નશો કરી લૂંટ કરવા ફિરાકમાં હતા. અને રાત્રી સમયે એકલ દોકલ ટાર્ગેટ કરતા હતા. જેવામાં એક વેપારી જોઈ જતા લૂંટને અંજામ આપ્યો હતો ,જે બાદ ફરાર થઇ ગયા હતા.
પકડાયેલા ત્રણેય આરોપીના નામ 1) દિપક મકવાણા 2) ગજજુ અને, 3) જયેશ
પકડાયેલા આરોપી દિપક મકવાણા, ગજ્જુ અને જયેશ નામના ત્રણેય આરોપીઓ કુખ્યાત ગુનેગાર છે. આ આરોપી કાગડાપીઠ વિસ્તારના રહેવાસી છે. તેમની વિરૂધ્ધ ચોરી અને મારામારીના અનેક ગુના નોંધાયા છે. અને બે વખત પાસા પણ કરવામાં આવી છે. આ આરોપીએ વેપારીને એકલા જોઈને લ્યુના પર તેમનો પીછો કર્યો. પરંતુ ગાડીમાં અન્ય વેપારીઓ બેસેલા હતા. જેથી જયારે લૂંટારા લૂંટ કરીને ફરાર થયા. ત્યારે લ્યુનામાંથી નીચે પટકાયો. અને બુમાબુમથી વેપારીઓ આવી ગયા અને લૂંંટારાને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.મણિનગર પોલીસે આ બન્ને આરોપીની ધરપકડ કરીને તેઓના રિમાન્ડ મેળવીને આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહિ તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. અને, તેની સાથે પોલીસ પણ સતર્ક બની છે. પરંતુ, ક્રાઇમના બનાવો પોલીસ માટે પડકારરૂપ પણ બની રહ્યા છે.