બાંગ્લાદેશ સામેની વન ડે શ્રેણીની પ્રથમ બંને મેચમાં વિરાટ કોહલી ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, પરંતુ અંતિમ અને ત્રીજી વન ડે મેચમાં તેણે શાનદાર સદી નોંધાવી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વનડે મેચમાં હવે વિરાટ કોહલી પણ રંગમાં જોવા મળ્યો છે. વિરાટ કોહલી પ્રથમ બંને વન ડે મેચમાં ખાસ રમત નહીં દર્શાવ્યા બાદ શ્રેણીની અંતિમ વન ડેમાં શાનદાર સદી નોંધાવી છે. કોહલીએ 3 વર્ષથી ચાલી આવી રહેલા સદીના દુકાળને ખતમ કરતા 85 બોલમાં પોતાનુ શતક નોંધાવ્યુ હતુ. વિરાટ કોહલી પહેલા ઈશાન કિશને જબરદસ્ત તોફાની બેવડી સદી નોંધાવી ભારતીય ટીમને મજબૂત સ્થિતીમાં મુકી દીધુ હતુ. કોહલીની સદી બાદ હવે ભારતીય ટીમ વિશાળ સ્કોર તરફ આગળ વધી છે.