ફિફા વર્લ્ડકપ 2022માં શનિવારે એક મોટો અપસેટ જોવા મળ્યા હતો. જેમાં પોર્ટુગલ મોરક્કો સામે હારનો સામનો કરવો પડ્યો છે. મેચ બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના આસું રોકી શક્યો ન હતો.મોરક્કોની આ મોટી જીતનો ફાળો ગોલકીપર યાસીન બુનોને જાય છે. દિગ્ગજ ખેલાડીને રડાવનાર ગોલકીપરનો ભારતની સાથે ખાસ સંબંધ છે.
યાસિન બુનો ફિફા વર્લ્ડકપમાં પોતાની શાનદાર રમતના કારણે ચર્ચામાં છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે, તે માત્ર જ આવી ચૂક્યો નથી પરંતુ અહિ રમી પણ ચૂક્યો છે. એક ટૂર્નામેન્ટ જેમાં ભારતીય ક્લબ કેરલા બ્લાસ્ટર્સ કલબ પણ સામેલ હતી.
2018માં ભારત એક ફ્રેન્ડલી ટૂર્નામેન્ટ રમાય હતી. જેમાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. કેરલા બ્લાસ્ટર્સ તેની મેજબાની હતી. તેના સિવાય ઓસ્ટ્રેલિયા મેલબર્ન સિટી એફસી અને સ્પેનની ગિરોનાએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મેલબર્ન સિટી અને ગિરોન વચ્ચે કોચિનના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રમાય હતી. આ મેચ ગિરોનાએ 6-0થી પોતાને નામ કરી હતી. જેમાં બુનોનો પણ મહત્વનો રોલ હતો. ટીમની આગામી મેચ કેરલા બલાસ્ટર્સની સાથે હતી પરંતુ આ મેચમાં બુનોને આરામ આપવામાં આવ્યો હતો
કતારમાં છેલ્લા આઠમાં પહોંચનારી યુરોપ કે દક્ષિણ અમેરિકાની બહારની એકમાત્ર ટીમ મોરોક્કો ફૂટબોલના મહાકુંભની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનારો પ્રથમ આફ્રિકન દેશ છે. અગાઉ, કેમરૂને 1990માં, સેનેગલ 2002માં અને ઘાનાએ 2010માં અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ ત્રણમાંથી એક પણ ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી નહોતી.