મનોરંજન

વિરાટ કોહલીની સદી પર પત્ની અનુષ્કા શર્માએ પ્રેમ વરસાવ્યો, પોસ્ટ શેર કરી

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશા તેના પતિ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે સોશિયલ મીડિયા પર તેનો પ્રેમ વ્યક્ત કરતી હોય છે. જ્યારે પણ વિરાટે મેચમાં શાનદાર ઈનિગ્સ રમી હોય તો અનુષ્કા શર્મા તેનો ઉત્સાહ જરુર વધારે છે અને તે પણ પોસ્ટ દ્વારા હાલમાં પણ કાંઈ આવું જ જોવા મળ્યુંબાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિગ્સ રમી છે. તેમણે આ મેચમાં સદી જોડી છે 91 બોલમાં વિરાટ કોહલીએ 2 સિક્સ અને 11 ચોગ્ગા ફટકારી 113 રન બનાવ્યા છે,

આ તાબડતોડ ઈનિગ્સ રમતાની સાથે જ કોહલી ચર્ચામાં આવી ગયો છે આ સાથે તેની પત્ની અનુષ્કા શર્માએ પણ તેના માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

અનુષ્કા શર્માએ પ્રેમ વરસાવ્યો

અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેચ દરમિયાન વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો છે. જેમાં સદી ફટકારી વિરાટ કોહલી ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતા અનુષ્કા શર્માએ હાર્ટ ઈમોજી દ્વારા વિરાટ માટે પ્રેમનો વરસાદ કર્યો છે. આ ફોટોની સાથે અનુષ્કા શર્માએ 2 હાર્ટ ઈમોજી શેર કરી છે.

હંમેશા ચર્ચામાં રહે છે

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા બાદ વર્ષે 2017માં લગ્ન કર્યા હતા.લગ્ન બાદ બંન્ને હંમેશા ચર્ચામાં રહેછે. બંન્ને જોડી સાથે ખુબ સુંદર લાગે છે. જેના પર ચાહકો પણ ખુબ પ્રેમ વરસાવે છે, આ બંન્ને સાથે તેની પુત્રી વામિકા પણ ખુબ ચર્ચામાં રહે છે. વામિકાનો જન્મ જાન્યુઆરી 2021માં થયો હતો.

આ ફિલ્મમાં નજર આવશે અનુષ્કા

તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા લાંબા સમયથી પડદા પરથી દુર જોવા મળી છે પરંતુ હવે ટુંક સમય ચકદા એકસપ્રેસથી પરત ફરી રહી છે. આ ફિલ્મમાં તે ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના પાત્રમાં જોવા મળશે, હાલમાં અનુષ્કા આ ફિલ્મના શૂટિંગમાં વયસ્ત છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ વન ડે મેચોની શ્રેણી સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે શ્રેણીની અંતિમ મેચ મોટા અંતરથી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ જોકે શ્રેણીની 2-1 થી ગુમાવી દીધી છે. જોકે અંતિમ મેચમાં ઈશાન કિશનની બેવડી સદી અને વિરાટ કોહલીની સદીએ ભારતીય ટીમને શાનદાર જીત અપાવી છે.

administrator
R For You Admin