અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નને આજે 5 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન, ચાહકો તેમના પ્રિય કપલને સતત અભિનંદન આપી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ક્રિકેટર વિરાટ કોહલી ચાહકોના ફેવરિટ કપલમાંથી એક છે. બંન્નેના પ્રેમથી લઈ લગ્ન સુધી ખુબ ચર્ચામાં રહ્યા છે. આજે કપલની 5મી લગ્નની વર્ષગાંઠ છે. 11 ડિસેમ્બર 2017ના રોજ અનુષ્કા અને વિરાટે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંન્ને હંમેશા ચર્ચામાં રહ્યા છે. અવાર-નવાર બંન્ને કપલ ગોલ આપતા જોવા મળતા હોય છે,એક બાજુ જ્યાં અનુષ્કા લગ્ન બાદ પરિવાર તરફ ધ્યાન આપતી જોવા મળતી હોય છે.
વિરાટ પોતાની પત્નીને ખુશ કરવાની કોઈ તક છોડતો નથી. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે જેમને સૌ લોકોનું ધ્યાન ખેચ્યું છે આ વીડિયોને જોઈ એવું લાગી રહ્યું છે કે, આ અનુષ્કા અને વિરાટની સગાઈનો વીડિયો છે.
વીડિયોમાં અનુષ્કા લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે વાળમાં ગુલાબનું ફુલ જોવા મળી રહ્યું છે, અભિનેત્રી ખુબ સુંદર લાગી રહી છે. તેમજ વિરાટ બ્લુ કલરના કોટ-પેન્ટમાં જોવા મળી રહ્યા છે. અનુષ્કા શરમાઈ વિરાટને રિંગ પહેરાવે છે, ત્યારબાદ વિરાટ તેને ગળે લગાવી કિસ કરે છે. ત્યારબાદ પોતાની રિંગ પણ ફલોન્ટ કરે છે, આ વીડિયો ખુબ જ શાનદાર છે લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.
આજે વિરાટ-અનુષ્કાની લગ્નની વર્ષગાંઠ પર તેના ચાહકો અનેક વીડિયો શેર કરતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહિ સેલિબ્રિટીથી લઈ ચાહક દરેક લોકો આ જોડીને શુભકામના પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે,તેમના લગ્ન ખુબ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા બંન્ને ઈટલીમાં લગ્ન કર્યા હતા. આ જોડીના લગ્ન ખુબ ચર્ચામાં પણ આવ્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ બંન્ને એક પુત્રીના માતા-પિતા પણ બની ચૂક્યા છે.
વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકાર્યા બાદ તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ માટે એક પોસ્ટ શેર કરી હતી.