યુવા બેટ્સમેન ઈશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ સીરિઝની ત્રીજી અને છેલ્લી વનડેમાં શાનદાર પ્રદર્શન કરી બેવડી સદી ફટાકારી હતી. ઈશાને 131 બોલની ઈનિગ્સમાં 24 ચોગ્ગા અને 10 સિક્સ ફટકારી હતી. તેણે અનુભવી વિરાટ કોહલી (113) સાથે બીજી વિકેટ માટે 290 રન પાર્ટનરશીપ કરી હતી. વિરાટ અને ઈશાનની શાનદાર ઈનિગ્સના કારણે ભારતે 400થી વધુ રન બનાવ્યા. આ મેચમાં બાંગ્લાદેશને 227 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ ઈશાનના બાળપણના કોચે તેની મહેનત અને જુસ્સા વિશે વાત કરી.
બાળપણના કોચે ઈશાન કિશાનના ખોલ્યા રાઝ
ઈશાન કિશનના બાળપણના કોચ ઉત્તમ મઝુમદારે ખુલાસો કર્યો હતો કે ભારતીય ટીમમાં જતા પહેલા તે હોટલના રૂમમાં તાલીમ લેતો હતો. તેમણે એમ પણ કહ્યું કે કિશને તેને જન્મદિવસની ભેટ આપી છે. વાત જણાવતા જ ઉત્તમ મઝુમદાર ભાવુક થઈ ગયા હતા. તેમણે પીટીઆઈને કહ્યું, એવું લાગે છે કે મારા પુત્રએ મને જન્મદિવસની ભેટ આપી છે. ભારતીય ટીમ જૂનમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચ માટે દિલ્હીમાં હતી ત્યારે ઉત્તમ મજુમદારનો ફોન રણક્યો અને તેમને ટીમ હોટલમાં આવવા વિનંતી કરવામાં આવી. કોલના બીજા છેડે તેનો પ્રિય ‘શિષ્ય’ ઈશાન કિશન હતો.
મહેનતુ છે ઈશાન
ગ્રેટર નોઈડામાં પોતાની એકડમી ચલાવનાર મજુમદારે કહ્યું, ઈશાન ઈચ્છતો હતો કે, તે હોટલમાં આવે અને તેને ટ્રેનિંગ મળતી રહે.
હોટલના રુમમાં પણ ટ્રેનિંગ
મજુમદારે કહ્યું કે, હોટલનો રુમ એક નેટ એરિયા બની ગયો હતો. જ્યાં ઈશાન ખુબ ટ્રેનિંગ કરતો હતો. તે મેચમાં અંદાજે 4 થી 5 દિવસ પહેલા પુલ શોર્ટની તૈયારી કરી રહ્યો હતો. તેણે બેટિંગની શરૂઆત કરતા 76 રન બનાવ્યા હતા. ઈશાને તે મેચમાં ઓપનિંગ કરી હતી અને 48 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી 76 રન બનાવ્યા હતા. જોકે, ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.