ચાર્મિંગ લુક , હાઈટ પણ નહિ, સિક્સ પેક એબ્સ તેમજ હેન્ડસમ લુક પણ નહિ તેમ છતાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો સુપરસ્ટારછે. રજનીકાંતનો જાદુ સાઉથથી લઈ બોલિવુડ સુધી ચાલે છે. રજનીકાંતે એકથી વધી એક શાનદાર ફિલ્મ આપી છે. પરંતુ તેની એક્ટિંગમાં આવવા સુધી તેની સફળ પડકારજનક છે. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેનું નામ શિવાજી રાવ ગાયકવાડ રાખવામાં આવ્યું હતુ, રજનીકાંતના 4 ભાઈ-બહેનમાં તે સૌથી નાના હતા. રજનીકાંતના પિતા પોલીસ હેડ કોન્સટેબલ હતા. બાળપણમાં જ રજનીકાંતની માતાનું મૃત્યું થયું હતુ.
પડકાર જનક રહી રજનીકાંતની સફર
રજનીકાંતના પરિવારની આર્થિક હાલત સારી ન હતી, જેના કારણે તેમણે પહેલા ઓફિસ બોયની નોકરી કરી ત્યારબાદ તે કુલી બની સામાન ઉઠાવવાનું કામ કર્યું હતુ. પૈસાની જરુરત હોવાથી રજનીકાંતે સુથાર તરીકે પણ કામ કર્યું. તેણે ખુબ મહેનત કર્યા બાદ બીટીએસમાં એક કન્ડેક્ટરની નોકરી મળી હતી. રજનીકાંતની ટિકિટ વેચવી અને સીટી મારવાની સ્ટાઈલ પર લોકો ફિદા હતા.
રજનીકાંતને એક્ટિંગનું ઝુનુન
રજનીકાંત એક્ટિંગ શીખવા માંગતા હતા પરંતુ પરિવારના લોકો આની વિરુદ્ધ હતા, રજનીકાંની અંદર એક્ટિંગ કરવાની ઈચ્છા ત્યારે થઈ જ્યારે તે રામકૃષ્ણ મઠમાં અભ્યાસ દરમિયાન વેદ-પુરાણના નાટકોમાં એક્ટિંગ કરતો હતો. ત્યારબાદ રજનીકાંતે મદ્રાસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીટ્યુટથી એક્ટિંગ શીખવાનું શરુ કર્યું હતુ. અહિ એક નાટકમાં તેમણે દુર્યોધનનો રોલ પ્લે કર્યો હતો. જેને જોઈ ડાયરેક્ટર કે, બાલાચંદ્નન ખુબ પ્રભાવિત થયો હતો.
થલાઈવાનું સ્ટારડમ
રજનીકાંતે કમલ હાસનની સાથે પ્રથમ ફિલ્મ મળી અપૂર્વ રશંગલ, જેમાં રજનીકાંતનો રોલ ખુબ નાનો હતો. ત્યારબાદ ફિલ્મ ભૈરવીથી તેને સફળતા મળી . આ ફિલ્મ બાદ રજનીકાંતે ક્યારે પણ પાછળ ફરીને જોયું નહિ અને સેકન્ડો હિટ ફિલ્મો આપી રજનીકાંતે સુપરહિટ ફિલ્મોમાં બાશ, પદયપ્પા, અરુણાચલમ, થલપતિ મુથુ સામેલ છે.
2023માં રજનીકાંત ફિલ્મ જેલરમાં જોવા મળ્યો
રજનીકાંતે 68 વર્ષની ઉંમરમાં શિવાજી ધ બોસ, રોબોટ અને કબાલી જેવી હિટ ફિલ્મ કરી છે. 72 વર્ષની ઉંમરમાં પણ રજનીકાંત ફિલ્મોમાં એક્ટિવ છે. નવા પ્રોજેક્ટની શરુઆત કર્યા પહેલા અને ફિલ્મ પૂર્ણ થયા બાદ હિમાલય ખાસ ક્ષણ પસાર કરી હતી.