ગુજરાત

PM મોદીની હત્યા માટે તત્પર રહો’ વિવાદાસ્પદ નિવેદન કરનાર રાજા પટેરિયા સામે FIR, જુઓ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાન રાજા પટેરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાજા પટેરિયા કાર્યકરોને સંબોધતા જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં રાજા પટેરિયા કહેતા સંભળાય છે કે જો બંધારણને બચાવવું હોય તો મોદીને મારવા જરૂરી છે. રાજા પટેરિયાના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો બીજેપી નેતા રાજપાલ સિંહ સિસોદિયાએ આજે સવારે ટ્વીટ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરાયેલા આવા નિવેદન બદલ, ભાજપ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. આ પહેલા પણ પટેરિયા ભાજપ પર આકરા પ્રહારો કરતા રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજા પટેરિયા મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના પ્રભારી પ્રધાન રહી ચૂક્યા છે. ભાજપના નેતા રાજપાલ સિંહ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, આ કોંગ્રેસનો અસલી ચહેરો છે. પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા રાજા પટેરિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અંગેના વિવાદાસ્પદ નિવેદન કરીને સમાજમાં ભાગલા પાડવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો અંગે પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ, રાજા પટેરિયાએ પન્ના જિલ્લાના પવાઈ તાલુકામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની એક બેઠકમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે આ ખૂબ જ નિંદનીય નિવેદન છે. હું પન્ના એસપીને આ મામલે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની સૂચના આપી રહ્યો છું. રાજા પટેરિયાના વિવાદાસ્પદ નિવેદન અંગે મિશ્રાએ કહ્યુ કે, ઇટાલીની માનસિકતા મુસોલિનીની જ રહે છે.

administrator
R For You Admin