તાજા સમાચાર

સંસદમાં પુછાયો પ્રશ્ન, શુ દેશમાં 2000ની ચલણી નોટ બંધ કરવામાં આવી રહી છે ? જાણો સરકારે શુ કહ્યું

ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીએ, રૂપિયા 2000ની ચલણી નોટનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. દેશમાં આજે રૂપિયા 2000ની ચલણી નોટની ભારે અછત વર્તાઈ રહી હોવાનું જણાવીને સુશીલ કુમાર મોદીએ કહ્યુ કે, કાળા નાણાનો સંગ્રહ કરનારા લોકો, રૂપિયા 2000ની ચલણી નોટનો સંગ્રહ કરી રહ્યાં છે.

ભાજપના સંસદ સભ્ય સુશીલ કુમાર મોદીએ, સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં રૂપિયા 2000ની ચલણી નોટની ભારે અછત હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુશીલ કુમાર મોદી રાષ્ટ્રીયકૃત બેંકના વડાઓ સાથે બેઠક કરીને આ મામલે પ્રજાલક્ષી ખુલાસો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રૂપિયા 2000ની ચલણીનોટ કાળા બજારીયાઓ દ્વારા સંગ્રહ કરવામાં આવી રહી છે. દેશમાં કાળા નાણાનો ખાત્મો બોલાવવા માટે સરકારે રૂપિયા 2000ની ચલણી નોટને ચલણમાથી બંધ કરી દેવી જોઈએ. દેશમાં 2000ની ચલણી નોટની અછત વર્તાઈ રહી હોવા અંગે, નાણા પ્રધાન નિર્મલા સિતારમણે ગત ફેબ્રુઆરી 2022માં કહ્યું હતું કે, સરકારે કોઈ જ બેંકને રૂપિયા 2000ની ચલણી નોટ નહી આપવા માટે જણાવ્યું નથી. રૂપિયા 2000ની ચલણી નોટ આપવા સામે કોઈ પ્રતિબંધ કે મનાઈ ફરમાવી નથી.

રાજ્યસભામાં જાહેર અગત્યની બાબતો પર હાથ ધરાયેલી ચર્ચા દરમિયાન, ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે 2000ની નોટનો અર્થ કાળું નાણું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, 2000ની ચલણી નોટ એટલે વ્યાપક સંગ્રહખોરી. જો દેશમાં કાળું નાણું રોકવું હોય તો ચલણમાંથી 2000 રૂપિયાની ચલણી નોટ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. હવે રૂપિયા 2000ની નોટના ચલણનું કોઈ જ મહત્વ રહ્યું નથી. હું કેન્દ્ર સરકારને અપિલ કરું છું કે સરકારે ચલણમાંથી રૂપિયા 2000ની ચલણી નોટ તબક્કાવાર રીતે પરત ખેંચી લેવી જોઈએ.

ગત વર્ષે નોટબંધીને ત્રણ વર્ષ થવા પર, આર્થિક બાબતોના ભૂતપૂર્વ સચિવ એસ. સી. ગર્ગે જણાવ્યું હતું કે રૂપિયા 2,000 ની ચલણી નોટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એસ. સી. ગર્ગે દાવો કર્યો હતો કે જૂની રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બદલે રૂ. 2,000ની નોટનો સંગ્રહ વધુ કરવામાં આવી રહ્યો છે. સંગ્રહખોરીને અટકાવવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલા આ દિવસે 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ચલણી નોટ બંધ કરવાનો હેતુ કાળા નાણાને અંકુશમાં લેવાનો અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને દેશને રોકડ વિનાની અર્થવ્યવસ્થાનો વ્યાપ વધારવાનો હતો.

નવી નોટ છાપવાનું RBIએ કર્યું બંધ

સત્તાવાર માહિતી અનુસાર, થોડા સમય બાદ, ભારતીય રિઝર્વ બેંકે રૂપિયા 2000ની નવી ચલણી નોટ છાપવાનું બંધ કરી દીધું છે. જો કે તે હજી પણ દેશમાં 2000ની ચલણી નોટ એ સત્તાવાર ચલણ છે. ભાજપના સાંસદ સુશીલ મોદીની ટીપ્પણી રૂ. 2000 ની નોટોને નાબૂદ કરવા માટે ATM પુનઃકેલિબ્રેશનના અહેવાલો પછી આવી છે. સૌથી મોટા ચલણ મૂલ્ય કાનૂની રીતે ચલણ રહેશે, પરંતુ ધીમે ધીમે જાહેર હેરફેરમાંથી તેને બંધ કરી દેવામાં આવશે.

016માં કરાઈ હતી નોટબંધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016 ના રોજ રાત્રે દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી, ત્યારબાદ તે જ દિવસે મધ્યરાત્રિથી 500 અને 1000 ની ચલણી નોટો ચલણમાંથી બંધ કરી દેવામાં આવી હતી. આ પછી પાંચસોની નવી નોટનું મુદ્રણ કરવામાં આવ્યુ અને તેને ચલણમાં લાવવામાં આવી. તો બીજી બાજુ બંધ કરાયેલ જૂની એક હજારની નોટને બદલે બે હજાર રૂપિયાની નોટ છાપવામાં આવી.

administrator
R For You Admin