ગુજરાત

ટીમ ભૂપેન્દ્રમાં કુલ 16 પ્રધાનો, 8 કેબિનેટ, 6 રાજ્યકક્ષા, 2ને સ્વતંત્ર હવાલો, એક માત્ર મહિલાને સ્થાન

ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.

નવા મંત્રીમંડળમાં CM સિવાય સંભવિત 16 સભ્ય !

 1. ઋષિકેશ પટેલ
 2. કનુ દેસાઈ
 3. રાઘવજી પટેલ
 4. જગદીશ પંચાલ
 5. હર્ષ સંઘવી
 6. કુંવરજી બાવળીયા
 7. બળવંતસિંહ રાજપૂત
 8. કુબેર ડીંડોરને
 9. પરસોત્તમ સોલંકી
 10. ભાનુ બાબરીયા
 11. બચુ ખાબડ
 12. મુળુ બેરા
 13. મુકેશ પટેલ
 14. ભીખુ પરમાર
 15. પ્રફુલ પાનસેરિયા
 16. કુંવરજી હળપતિ

ક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે. ટીમ ભુપેન્દ્રમાં કુલ 16 પ્રધાનોએ શપથ લીધા છે.

administrator
R For You Admin