શહનાઝ ગિલે સોમવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સિદ્ધાર્થ સાથેના કેટલાક રોમેન્ટિક ફોટો શેર કર્યા છે. આ સિવાય એક ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું કે હું તમને ફરી મળીશ.
સિદ્ધાર્થને ચાહનારા માટે આજે એક મોટો દિવસ છે. આજે સિદ્ધાર્થની birth anniversary છે,સિદ્ધાર્થે ભલે આ દુનિયાને અલવિદા કહી ચૂક્યો હોય પરંતુ તેના ચાહનારા તેને આજે પણ યાદ કરે છે. તમામ ચાહકોની સાથે-સાથે સિદ્ધાર્થની નજીકની મિત્ર શેહનાઝ ગિલે પણ આજે ઈમોશનલ થઈ તેને યાદ કર્યો હતો. આ તક પર તેમણે સિદ્ધાર્થની સાથે રોમાન્ટિક ફોટો શેર કર્યો છે.
શહનાઝ ગિલે સોમવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સિદ્ધાર્થની સાથે કેટલાક રોમાન્ટિક ફોટો શેર કર્યા છે. બિગ બોસની સાથે જોવા મળ્યા બાદ બંન્ને ખુબ નજીક આવી ગયા હતા. રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શહનાઝ અને સિદ્ધાર્થ એક બીજાને ડેટ કરી રહ્યા હતા. આજે ખાસ તક પર શહનાઝે સિદ્ધાર્થ માટે જન્મદિવસની કેક કાપી હતી. તેમણે સિદ્ધાર્થના કેટલાક ફોટો શેર કર્યો હતો. જેમાં એક ફોટોમાં તે સિદ્ધાર્થ સાથે હાથ પકડીને ઉભી જોવા મળી હતી.
ચાહકો પણ સિદ્ધાર્થને યાદ કરી રહ્યા છે
શહનાઝની પોસ્ટ પર ફેન્સ પણ ભાવુક થઈ રહ્યા છે અને તેમના સ્ટારને મિસ કરી રહ્યા છે. સિદ્ધાર્થના એક ફેને શહનાઝની પોસ્ટ પર લખ્યું- તમે હંમેશા અમારા દિલમાં રહેશો. ભાવુક થઈને બીજા યુઝરે લખ્યું- સમય દર્દ ઓછો નથી કરતો. તે ફક્ત પીડા સાથે જીવતા શીખવે છે. અન્ય એક યુઝરે લખ્યું- સિદ્ધાર્થ શુક્લા તમને હંમેશા મિસ કરવામાં આવશે.
સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું
સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ અવસાન થયું હતું. સિદ્ધાર્થના મૃત્યુના સમાચારે બધાને હચમચાવી દીધા હતા. શહનાઝ લાંબા સમય સુધી સિદ્ધાર્થના મૃત્યુના દુઃખમાંથી બહાર આવી શકી ન હતી. શહેનાઝે આજે પણ સિદ્ધાર્થને યાદ કરીને ભાવુક થઈ જાય છે.સિદ્ધાર્થનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ થયો હતો. તેમના પિતા અશોક શુક્લા મુંબઈમાં રિઝર્વ બેંકમાં નોકરી કરતા હતા. વર્ષ 2014માં પિતાનું અવસાન થયું હતું. સિદ્ધાર્થની માતાનું નામ રીટા શુક્લા છે. સિદ્ધાર્થ બે બહેનોમાં સૌથી નાનો ભાઈ હતો.