ગુજરાત

નવી ભૂપેન્દ્ર સરકારમાં હર્ષ સંઘવીએ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ, જાણો સૌથી યુવા નેતાની રાજકીય સફર વિશે

2021માં રૂપાણી પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું અને નવું પ્રધાનમંડળ રચાયું તેમાં સૌથી યુવાન નેતા તરીકે હર્ષ સંઘવીને સ્થાન મળ્યું. અને, રાજયના ગૃહપ્રધાન તરીકે શાસન સંભાળ્યું હતું. બાદમાં તેમને મહેસુલ ખાતાનો પણ હવાલો સોંપાયો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સુરતની મજૂરા બેઠક ઉપરથી ગૃહરાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીએ ભવ્ય વિજય નોંધાવ્યો છે, આ વખતની ચૂંટણીમાં હર્ષ સંઘવીને 89 હજાર 192 મતો મળ્યા છે. મજૂરા બેઠક પર ભાજપે હર્ષ સંઘવીને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 8471869ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો હર્ષ સંઘવી 9 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે.

2021માં રૂપાણી પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું અને નવું પ્રધાનમંડળ રચાયું તેમાં સૌથી યુવાન નેતા તરીકે હર્ષ સંઘવીને સ્થાન મળ્યું. અને, રાજયના ગૃહપ્રધાન તરીકે શાસન સંભાળ્યું હતું. તેઓ સામાજિક સેવા કરીને 15 વર્ષે જ કાર્યકર બન્યા હતા. અને રાજકીય કારકિર્દીમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સ્પર્ધા સુધી પહોંચ્યા હતા. ભાજપમાંથી સૌથી નાની વયે – 37 વર્ષની ઉંમરે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે – 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા.

નોંધનીય છેકે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું પાછું ખેંચી લેવાયું, ત્યારે તેનો હવાલો અન્ય કોઈ સિનિયર નેતા નહીં, પરંતુ હર્ષ સંઘવીને આ ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો. ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા અને નવ-નવ ખાતાં સંભાળ્યા બાદ, મહેસૂલ ખાતાનો હવાલો પણ સંભાળનારા હર્ષ સંઘવી, મૂળ ડીસાના પણ સુરતમાં વસેલા હીરાના કારખાનેદાર એવા જૈન પરિવારમાં જન્મ લીધો છે. હર્ષ રમેશકુમાર સંઘવીનો જન્મ તારીખ 8 જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો.

ભાજપ દ્વારા ભારત સુરક્ષા યાત્રા યોજાઈ હતી, ત્યારે ગુજરાતમાંથી પ્રદીપસિંહ વાઘેલા સાથે હર્ષ સંઘવી કાર્યક્રર તરીકે ગયા હતા. વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા, ત્યારે તેમણે પોતાની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી બનાવ્યા હતા. યુવા મોરચાના પ્રભારી તરીકે સી.આર. પાટીલ હતા એટલે તેમની સાથે પણ કામ કરવાની તક મળી, જે આજે ફળી છે.

2011માં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવા માટે ભાજપ યુવા મોરચાની ઝુંબેશ હતી, ત્યારે પ્રદીપસિંહ વાઘેલા સાથે લાલ ચોક સુધી પહોંચ્યા હતા. તે બાદ સંઘવીને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચામાં મહામંત્રી બનાવાયા, અને વાઇસ પ્રેસિડન્ટ પણ બન્યા હતા. ભાજપ જનતા યુવા મોરચાના નવા પ્રમુખની પસંદગી સપ્ટેમ્બર 2020માં થવાની હતી. ત્યારે હર્ષ સંઘવીનું નામ રેસમાં હતું.

administrator
R For You Admin