દેશ-વિદેશ

રક્ષા પ્રધાન રાજનાથસિંહે ત્રણેય સેના પ્રમુખોની બોલાવી તાકીદની બેઠક, વિદેશ પ્રધાન-CDS પણ રહેશે હાજર

અરુણાચલના તવાંગ સેકટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે જગ્યાએ અથડામણ થઈ હતી તે સ્થળની સેટેલાઇટ તસવીર સામે આવી છે. સેનાના ત્રણેય વડા સાથે સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને સીડીસી પણ હાજર રહેશે. બેઠક બાદ સરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સંસદમાં તવાંગ સંધર્ષ મુદ્દે સંસદમાં નિવેદન આપી શકે છે

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત સપ્તાહે થયેલી અથડામણ બાદ સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, સેનાની ત્રણેય પાંખના વડા સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ પણ ઉપસ્થિત રહેશે. રાજનાથસિંહની બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ પણ બેઠકમાં હાજર રહેશે. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ગત 9 અને 11 ડિસેમ્બરે, ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. આ ઘર્ષણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા. તો બીજી બાજુ અરુણાચલના તવાંગ સેકટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે જગ્યાએ અથડામણ થઈ હતી તે સ્થળની સેટેલાઇટ તસવીર સામે આવી છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે રાજનાથ સિંહને મળ્યા હતા. એવુ કહેવાઈ રહ્યુ છે કે, બેઠકમાં ત્રણેય સેનાના વડા રાજનાથ સિંહને દેશની ચીન, પાકિસ્તાન, બાગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા સાથે જોડાયેલ તમામ સરહદો પરની સ્થિતિ અંગે જાણકારી આપશે.

અરુણાચલ પ્રદેશ ભારતનો જ ભાગ છે – રિજિજુ

તવાંગ ઘર્ષણ પર કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુનું નિવેદન પણ સામે આવ્યું છે. રિજિજુએ કહ્યું કે ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યું છે. અમારો મોટો મુદ્દો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો રહ્યો છે. જ્યારે ભારતના પ્રાચીન ઈતિહાસની વાત કરીએ તો તેમાં કોઈ વિરોધાભાસ ના હોવો જોઈએ. ભગવાન કૃષ્ણ મથુરાના હતા પરંતુ રુક્મિણી ભીષ્મક નગર અરુણાચલ પ્રદેશના હતા. પીએમ મોદીએ આ બન્ને સ્થળોને જોડવાનું કામ કર્યું, ભારતના પ્રાચીન ઈતિહાસથી એ સાબિત થાય છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો જ ભાગ છે.

રાજનાથસિંહ સંસદમાં આપી શકે છે નિવેદન

પ્રાર્ત માહિતી મુજબ, બેઠક બાદ સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તવાંગ ઘર્ષણ મુદ્દે આજે સંસદમાં નિવેદન આપી શકે છે. આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આરજેડી સાંસદ મનોજ ઝાએ સંસદમાં ભારત-ચીન સૈન્ય અથડામણનો મુદ્દો ઉઠાવ્યો છે. રાઘવ ચઢ્ઢાએ સંસદમાં સસ્પેન્શન નોટિસ દાખલ કરી છે. બીજી તરફ મનોજ ઝાએ નિયમ 267 હેઠળ નોટિસ આપીને આ મહત્વના વિષય પર ગૃહનું કામકાજ અટકાવીને ચર્ચા કરવાની માંગ કરી છે.

અરુણાચલના તવાંગમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે શું થયું હતુ ?

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 9 ડિસેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના સામસામે આવી ગઈ હતી. અને બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વિવાદ ચીન તરફથી શરૂ થયો હતો. ત્યારબાદ ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને 300 ચીની સૈનિકોને પાછળ ઘકેલ્યા હતા. ચીન અરુણાચલ પ્રદેશના તવાંગને તિબેટનો જ એક ભાગ માને છે.

administrator
R For You Admin