મનોરંજન

વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચીને Shah Rukh Khanએ લીધા માતાના આશીર્વાદ, ‘પઠાણ’ની સફળતા માટે કરી પ્રાર્થના

હિન્દી સિનેમાના કિંગ ખાન શાહરૂખ ખાન હાલમાં જ વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. વૈષ્ણોદેવી મંદિરથી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાન કાળા રંગના કપડાંમાં જોવા મળ્યો હતો. લાંબા સમય પછી શાહરૂખની ફિલ્મ પઠાણ મોટા પડદા પર ટકોરા મારવા તૈયાર છે. આ માટે જ તે પોતાની ફિલ્મની સફળતા માટે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે તાજેતરમાં કિંગ ખાને સાઉદી અરેબિયામાં ઉમરા પણ કરી હતી.

માતાને દર્શને પહોંચ્યો શાહરૂખ

શાહરૂખ ખાન રવિવારે કટરામાં જોવા મળ્યો હતો. શાહરૂખ સુરક્ષા સાથે વૈષ્ણોદેવી પહોંચ્યો હતો. અહીં તેની સાથે કેટલાક મિત્રો પણ હતા. લોકો તેને ઓળખી ન શકે તે માટે શાહરૂખે તેના ચહેરા પર માસ્ક લગાવી દીધું હતું.

રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આપી હતી હાજરી

શાહરૂખ ખાન દરેક ધર્મનું સન્માન કરે છે. આ વાતની સાબિતી તેમણે અનેક પ્રસંગોએ રજૂ કરી છે. શાહરૂખ ખાન મુસ્લિમ છે, પરંતુ તેણે ગૌરી ખાન નામની હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા છે. ઘણી વખત તેણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે, હિંદુ ધાર્મિક પુસ્તક ગીતા અને મુસ્લિમ ધાર્મિક પુસ્તક કુરાન શરીફ તેમના ઘરમાં એક જ જગ્યાએ રાખવામાં આવ્યા છે. આટલું જ નહીં, જ્યારે પત્રકારે તેમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ધારો કે તમે શેખર કૃષ્ણ (SK) છો, તો કિંગ ખાને અધવચ્ચે જ વિક્ષેપ પાડ્યો અને તેને પોતાના ખાસ અંદાજમાં જવાબ આપ્યો. તેણે કહ્યું હતું કે, “શેખર રાધા કૃષ્ણ એસઆરકે” કિંગ ખાનના આ જવાબથી બધા ખુશ થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ તાજેતરમાં સાઉદી અરેબિયામાં આયોજિત રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ મક્કા ગયા અને મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ કાબાની મુલાકાત લીધી અને ઉમરા પણ કરી. તેની ઉમરાની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ ‘પઠાણ’થી મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. શાહરૂખ પઠાણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો પણ કિંગ ખાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

administrator
R For You Admin