રમત ગમત

પ્લેન ટેક ઓફ થતાં જ ક્રેશ થયું, ઓલિમ્પિક ચેમ્પિયનને બીજી વખત મોતને તાળી આપી

તમે આ વાત સાંભળી જ હશે કે, મોતને તાળી આપી. પરંતુ, બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ડેવિડ રુદિશાએ ખરેખર મોતને તાળી આપી છે. કેન્યાના આ દોડવીર, 800 મીટરની ગોલ્ડ મેડલ વિજેતા, તેણે 3 વર્ષમાં બીજી વખત મૃત્યુને હાર આપી છે

33 વર્ષના કેન્યાના દોડવીરે મોતને માત આપી છે, જ્યારે તે પ્લેન ક્રેશમાંથી બચી ગયો હતો. રિપોર્ટ્સ અનુસાર, તેનું પ્લેન ટેક ઓફ થયાના માત્ર 7 મિનિટમાં જ એન્જિન ફેલ થવાને કારણે ક્રેશ થયું હતું.

5-6 લોકોની સાથે ડેવિડ એક લાઈટ એરક્રાફ્ટમાં સવાર હતો. જેણે કેન્યાની રાજધાની નૈરોબીથી 200 કિલોમીટર દુર સ્થિત કિમાના વાઈલ્ડ લાઈફ સેન્ચુરીથી ઉડાન ભરી હતી. પરંતુ પ્લેન ટેક ઓફ થયા બાદ એન્જિનમાં કોઈ ખામી હતી, ત્યારબાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ,

સદનસીબે, અકસ્માતમાં કેન્યાના ચેમ્પિયન દોડવીરને કંઈ થયું ન હતું. તેને નાની-મોટી ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી હતી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

લંડન અને રિયોમાં 800 મીટરમાં ગોલ્ડ જીતનાર ડેવિડ રુદિશાએ જીવનમાં બીજી વખત મોતને હરાવ્યું છે. અગાઉ, તે એક માર્ગ અકસ્માતમાં બચી ગયો હતો. ત્યારે એક બસે તેમની કારને કચડી નાખી હતી

administrator
R For You Admin