ગુજરાત

કરો એક નજર દક્ષિણ ગુજરાતની આજે સવારની મુખ્ય ખબર ઉપર

ભરૂચ નગર પાલિકા હદમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ચલાવતા વેપારીઓને પાલિકા દ્વારા વ્યવસાય વેરા માટે વ્યાજમુક્તિ યોજના જાહેર કરવામાં આવી છે. વ્યવસાયવેરા અધિકારી કમલેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર  તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી વ્યાજમાં માફી આપવામાં આવી છે.

નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગમખ્વાર ઘટના સામે આવી છે. બીલીમોરા નજીક આવેલા આતલીયા ગામે ગણેશનગરમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘટનામાં ઘરમાં રહેતું પરિવાર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયું છે. ઘરમાં રસોઈ બનાવતા સમયે અચાનક ગેસનો સિલિન્ડર ફાટ્યો હતો. અકસ્માત સમયે ઘરમાં 4 લોકો હતા જે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. દાઝી ગયેલા લોકોને સ્થાનિકો દ્વારા સારવાર અર્થે બીલીમોરા આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદવધુ સારવાર માટે વલસાડ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા પરિવારના ચાર સભ્યોમાંથી એક વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઈજાગસ્ત પરિવારના અન્ય સભ્યો સુરત સિવિલ ખાતે વધુ સારવાર લઈ રહ્યા છે.

સાપુતારામાં દીપડો નજરે પડ્યો

સાપુતારા વઘઇ ઘાટ માર્ગ ઉપર સામગહાન નજીક 2 બચ્ચા સાથે માદા દીપડો નજરે પડયા બાદ ફરી એક વાર દેવીનામાળ વિસ્તારમાં વનવિભાગ સતર્ક બન્યું છે. આ અગાઉ આહવા તાલુકાના ગલકુંડ અને સુબીર તાલુકાના બરડીપાડાથી પણ રાત્રિના સમયે જંગલમાં ફરતા દીપડાના અહેવાલ સામે આવ્યા હતા. હજુ સુધી આ વન્યજીવો દ્વારા કોઈ નુકસાનની ઘટના સામે આવી નથી જેને તંત્ર દ્વારા સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. વનવિભાગ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.

ભરૂચ નગરપાલિકાએ વ્યવસાય વેરા માટે વ્યાજમુક્તિ યોજના જાહેર કરી

ભરૂચ નગર પાલિકા હદમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ચલાવતા વેપારીઓને પાલિકા દ્વારા વ્યવસાય વેરા માટે વ્યાજમુક્તિ યોજના જાહેર કરવામાં આવી છે. વ્યવસાયવેરા અધિકારી કમલેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર  તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી વ્યાજમાં માફી આપવામાં આવી છે. આ યોજનાનો ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યાપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઈવેટ બેંકો, પ્રાઈવેટ સ્કુલો,દરેક પ્રકારના કલાસીસ,કેબલ ઓપરેટર, વિમા એજન્ટો (દલાલ),સોલીસીટરો, કાયદા વ્યવસાય(નોટ૨ી સહીત), આર્કીટેક તથા એન્જીનીઅર, કન્સલ્ટન્ટો, એકાઉન્ટન્ટો, આંગડીયા પેઢી,સહકારી મંડળીઓ વિગેરેને લાભ મળશે. 1 જાન્યુઆરી સુધીમાં નગ૨પાલિકાની કચેરીએ વ્યવસાયવેરો શાખામાં જમા ન કરાવનાર બાકીદારોને વાર્ષિક ૧૮% લેખે તેમજ માસીક ૧.૫% દંડ ફટકારવામાં આવશે.

કમલેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જે સંસ્થા માં પગારદાર કર્મચારીઓનો માસીક વ્યવસાયવેરો ભરવાનો રહેશે તથા સ૨કા૨ના નવા એકટ મુજબ ગુમાસ્તાધા૨ા લાઈસન્સની નવેસ૨થી નોંધણી ફ૨જયાત બનાવાઈ છે તે કામગીરી પૂર્ણ નહિ ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અકસ્માતની ઘટનામાં 6 વાહનો ટકરાયા

ચીખલી નેશનલ હાઈવે નંબર ૪૮ પર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે ડીવાઈડર પર ચાલતા કલરકામના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. કલર કામને લઈ મૂકવામાં આવેલ રીફલેકટર નજરે ન પડતા કર ચાલાક દ્વારા અચાનક બ્રેક મારવાના કારણે અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે બ્રેક મારતા અન્ય પાંચ જેટલા વાહનો એકબાદ એક અથડાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોમાં એક એમ્બ્યુલન્સ નો પણ સમાવેશ થાય છે. ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત ને લઈ પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોધાઈ નથી.

administrator
R For You Admin