રમત ગમત

ભારતીય બોલરે હોસ્પિટલમાંથી શેર કર્યો ફોટો, જાણો કેટલી મેચથી દૂર રહેશે

ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદે હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની તબિયત સારી નથી દેખાઈ રહી. તેના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ અપડેટ ખુદ ભારતીય બોલરે શેર કર્યું છે. પોતાના સ્વાસ્થ્ય અપડેટમાં ખલીલે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે તે કેટલો સમય ક્રિકેટથી દૂર રહેશે. પરંતુ એક સંકેત ચોક્કસપણે છે. તેણે કહ્યું કે તે રણજી ટ્રોફી 2022-23ની મોટાભાગની મેચોમાં રમતા જોવા મળશે નહીં.

ખલીલ અહમદ અચનાક હોસ્પિટલમાં દાખલ થવું રણજી ટ્રોફી 2022-23માં ઉતરતા પહેલા રાજસ્થાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, સ્થાનિક ક્રિકેટમાં ખલીલ રાજસ્થાનને જ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે હોસ્પિટલના ફોટો સાથે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે.

ખલીલ અહેમદ મોટાભાગની રણજી મેચો નહીં રમે

ખલીલ અહેમદે લખ્યું, “પ્રિય સૌ, ક્રિકેટથી દૂર રહેવું સરળ નથી. પરંતુ કમનસીબે મારી તબીબી સ્થિતિને કારણે મારે દુર રહેવું પડ્યું છે. આ કારણે હું રણજી ટ્રોફીની મોટાભાગની મેચોમાંથી બહાર રહીશ. હાલમાં હું સ્વસ્થ થઈ રહ્યો છું. હું ફિટ થતાં જ ટીમમાં વાપસી કરીશ.ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહમદે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની હાલની સીઝનમાં 4 વિકેટ લીધી હતી. તેમણે આઈપીએલ 2022માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ,જ્યાં 10 મેચમાં 16 વિકેટ લીધી હતી.

ભારત માટે 25 ઈન્ટરનેશનલ મેચ રમી

ખલીલ અહમદે ભારત માટે અત્યારસુધી 11 વનડે અને 14 ટી 20 મેચ રમી છે. વનડે ક્રિકેટમાં તેના નામે 15 વિકેટ છે તો ટી 20માં તેમણે 13 વિકેટ લીધી છે. પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષે 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચ નાગપુરમાં રમી હતી

administrator
R For You Admin