તાજા સમાચાર

નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં ઉછાળો, Export 12% વધીને રૂપિયા 19855 કરોડ થયું

દિવાળી પછી મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાને કારણે નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 11.83 ટકા વધીને રૂ. 19,855.17 કરોડ એટલેકે 2,429.86 મિલિયન ડોલર થઈ હતી જે વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં વધી હતી એમ GJEPCએ સોમવારે જણાવ્યું હતું.જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર નવેમ્બર 2021માં નિકાસ રૂપિયા 17,755.28 કરોડ અથવા 2,380.97 મિલિયનડોલર થઇ હતી. નવેમ્બરમાં સામાન્ય રીતે દિવાળીના વેકેશન પછી ઉત્પાદનના પુનઃપ્રારંભ થાય છે જેના પરિણામે જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં 12 ટકાનો વધારો થયો છે.

“અમેરિકા અને હોંગકોંગ એપ્રિલથી નવેમ્બર 2022ના સમયગાળા માટે ભારતના રત્ન અને ઝવેરાતની નિકાસ વૃદ્ધિના બે સૌથી મોટા આધારસ્તંભ રહ્યા હતા જે અનુક્રમે 9,211.39 મિલિયન ડોલર અને  5,781.90 મિલિયન ડોલર હતા”

કટ અને પોલિશ્ડ ડાયમંડ્સ (CPD) ની એકંદર કુલ નિકાસ નવેમ્બર 2021 માં રૂ. 9,719.72 કરોડની સરખામણીએ 4.97 ટકા વધીને રૂ. 10,202.54 કરોડ થઈ હતી. સોનાના દાગીનાની કુલ નિકાસ 15.93 ટકા વધીને રૂ. 6,097.64 કરોડ થઈ છે. GJEPC ડેટા અનુસાર એક વર્ષ અગાઉના સમયગાળામાં તે રૂ. 5,259.91 કરોડ હતો.

ભારતીય વાયદા બજારમાં મંગળવાર 13 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત શરૂઆતના કારોબારમાં વધારા સાથે ટ્રેડ થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટ્યું

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં મંગળવારે સોનાની હાજર કિંમત 0.61 ટકા ઘટીને $1,784.05 પ્રતિ ઔંસ થઈ હતી. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત આજે લીલા નિશાનમાં કારોબાર કરી રહી છે. ચાંદીનો ભાવ 0.19 ટકા વધીને 23.39 ડોલર પ્રતિ ઔંસ થયો છે. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 1.56 ટકાનો વધારો થયો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 30 દિવસમાં 7.06 ટકાનો વધારો થયો છે.

administrator
R For You Admin