રમત ગમત

શું સાનિયા મિર્ઝાના તલાક પબ્લિસિટી સ્ટંટ હતો? શોએબ મલિકે ઈન્સ્ટાગ્રામ બાયો પર કર્યો વિશે ચોંકાવનારો ખુલાસો

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સ બન્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સેલિબ્રિટી કપલ ખરેખર અલગ થવા જઈ રહ્યું છે કે આ આખી વાત માત્ર તેમના આગામી OTT શોને પ્રમોટ કરવા માટે છે? હવે, લેટેસ્ટ માહિતી અનુસાર, ફરીથી તેમના છૂટાછેડાના સમાચાર પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.

શોએબ મલિકનું ઇન્સ્ટાગ્રામ બાયો

શોએબ મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોથી ચાહકોને ચોંકાવી દીધા છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું, ‘એથલીટ, હસબન્ડ ટુ એ સુપરવુમન @mirzasanar, ફાધર ટુ વન ટ્રુ બ્લેસિંગ .’ શોએબ મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં સાનિયા મિર્ઝાને ‘સુપરવુમન’ લખ્યું છે.

‘ધ મલિક મિર્ઝા શો’માં સાથે જોવા મળશે

શનિવારે શોએબ મલિકે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાનિયા મિર્ઝા સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના પછી તેમના છૂટાછેડાની અફવાઓ ફરી સામે આવી હતી. આ બધી અફવાઓ વચ્ચે, સાનિયા મિર્ઝા અને શોએબ મલિક તેમના નવા સેલિબ્રિટી ટોક શો ‘ધ મલિક મિર્ઝા શો’ સાથે ઉર્દૂ ફ્લિક્સ પર આવવાના છે. આ શોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં કપલ હસતા અને મજાક કરતા જોવા મળે છે.

કોમેન્ટ સેક્શનમાં ફેન્સની જોવા મળી નારાજગી

જણાવી દઈએ કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા OTT શો ‘ધ મિર્ઝા મલિક શો’માં સાથે કામ કરતા જોવા મળશે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- લોકો કેવા છે…. શોને હિટ બનાવવા માટે તેઓ પોતે જ છૂટાછેડાની અફવા ફેલાવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર ડ્રામા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શોનો પ્રોમો વીડિયો હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો.

administrator
R For You Admin