વઢવાણા તળાવ એ શિયાળામાં યાયાવર પક્ષીઓનું સરનામું બની જાય છે. હાલમાં આ તળાવમાં રાજહંસ, ગાજહાંસ, ભગવી સુરખાબ, નોર્ધન પિંટેલ(સિંગપર), કોમન ટીલ, કોમન પોચાર્ડ, લાલ ચાંચ કારચિયા, રાખોડીકારચિયા, કાબરીકારચિયા, ભગતરું, ગઢવાલ, ભગલી સુરખાબ, પિયાસણ, પોચાર્ક, સોવિલર, ચેતવા, પિનટેલ, ટીબીપાળી બતક, હેરિપર, કેવ, હંસ સહિત વગેરે 50થી વધુ જાતના માઈગ્રેટરી પક્ષીઓ આવ્યા છે.
શિયાળાના આગમન સાથે ગુજરાતમાં વિદેશી પંખીઓના આગમનની પણ શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં જેમ નળ સરોવર, થોળ તેમજ કચ્છમાં પણ પેલિકન જેવા વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં નિવાસ કરે છે તે જ રીતે વડોદરાના ડભોઇના વઢવાણા તળાવમાં દેશ વિદેશના પક્ષીઓનો કલરવ જોવા મળે છે અને આ પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી પડે છે. વઢવાણા તળાવમાં 50 હજારથી વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. ઇન્ડોનેશિયા, લદાખ, હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશોમાંથી અહીં પક્ષીઓનું આગમન થયું છે. પક્ષીઓને જોવા આવી રહેલા પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગ દ્વારા ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે.
પક્ષીધામ તરીકે વિખ્યાત છે વઢવાણા તળાવ
ડભોઇ તાલુકાનું ઐતિહાસિક અને વિશાળ તળાવ વઢવાણા જે પક્ષીધામ તરીકે વિશ્વ વિખ્યાત છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ વિદેશથી જાત જાતના યાયાવાર પક્ષીઓનું આગમન થતુ હોય છે. શિયાળાની ઋતુ શરૂ થતાં પક્ષીઓનું આગમન થઇ ચૂક્યુ છે. આશરે 50, 000 ઉપરાંત પક્ષીઓ વઢવાણા સિંચાઈ તળાવમાં આવ્યા છે. ત્યારે પક્ષીઓ નિહાળવા ગુજરાતમાંથી સહેલાણીઓ આવી રહ્યા છે. અહીં આશરે 50 હજારથી વધુ પક્ષીઓનો જાણે મેળો જામ્યો છે. ઠંડા પ્રદેશોમાં હાલ બરફ વર્ષા ચાલી રહી છે. ત્યારે રશિયા, ઇન્ડોનેશિયા, લદાખ, હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશોથી પક્ષીઓનું આગમન થઈ રહ્યુ છે. વઢવાણા તળાવ એ શિયાળામાં યાયાવર પક્ષીઓનું સરનામું બની જાય છે.
હાલમાં આ તળાવમાં રાજહંસ, ગાજહાંસ, ભગવી સુરખાબ, નોર્ધન પિંટેલ(સિંગપર), કોમન ટીલ, કોમન પોચાર્ડ, લાલ ચાંચ કારચિયા, રાખોડીકારચિયા, કાબરીકારચિયા, ભગતરું, ગઢવાલ, ભગલી સુરખાબ, પિયાસણ, પોચાર્ક, સોવિલર, ચેતવા, પિનટેલ, ટીબીપાળી બતક, હેરિપર, કેવ, હંસ સહિત વગેરે 50થી વધુ જાતના માઈગ્રેટરી પક્ષીઓ આવ્યા છે. પક્ષીઓના આગમનની સાથે સાથે હવે પ્રવાસીઓ પણ પક્ષી દર્શન કરવા માટે આવતા થયા છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પ્રવાસીઓ પક્ષી દર્શન કરવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને શનિવાર અને રવિવારની રજામાં પક્ષી દર્શન કરવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. પક્ષી દર્શન અર્થે આવતા પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તેની વનવિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે.
વઢવાણામાં રહેતા ઈશ્વરભાઈ વસાવા દ્વારા આવનારા પર્યટકોને કયાં પક્ષી, કયું કહેવાય તેની સમજ પાડવામાં આવે છે. પ્રવાસીઓને પક્ષી બતાવવાની સાથે સાથે ઇશ્વર વસાવા પક્ષીઓ અંગેની માહિતી પણ પૂરી પાડે છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજહંસ 100, ગાંજહંસ 200, ગઢવાલ 50, ભગવી સુરાગ 35, પિયાસન 10, પોચાફ 20, સોવીલર 10, ચેતવા 15, પિનટેલ 25, ટીબીપાળી બતક 40, હેરીપર 50, કેવ 35, ફંજ 60 સહિત 50000 જેટલા અન્ય પક્ષો આવી ચૂક્યા છે.