મનોરંજન

અથિયા શેટ્ટી- કેએલ રાહુલના લગ્નને ગણતરીના દિવસો બાકી, આ દિવસે સાત ફેરા લેશે

અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના અફેરના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. જો કે આ કપલે ક્યારેય તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આથિયા ઘણી ઇવેન્ટ્સમાં કેએલ રાહુલ સાથે જોવા મળી છે. આથિયા કેએલ રાહુલની મેચોમાં પણ દેખાય છે. હવે બંનેના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આથિયા અને કેએલ રાહુલ જલ્દી જ લગ્ન કરવાના છે. બંનેના લગ્નની તારીખો પણ સામે આવી ચુકી છે. જાણો કયા દિવસે અથિયા અને કેએલ રાહુલ સાત ફેરા લેશે.

જાન્યુઆરીમાં સાત ફેરા લેશે આથિયા-રાહુલ

પિંકવિલાના રિપોર્ટસ અનુસાર આથિયા શેટ્ટી અને કે.એલ રાહુલ જાન્યુઆરી 2023ના છેલ્લા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. બંન્નેના લગ્નમાં એક પ્રાઈવેટ ફંક્શન હશે. જેમાં પરિવારના સભ્યો તેમજ કેટલાક અંગત મિત્રો સામેલ હશે. અહેવાલ એવા પણ છે કે, ડિસેમ્બર મહિનામાં તમામ લોકોને ઈન્વિટેશન મળી જશે.ઉલ્લેખનીય છે કે અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં ફરી એકવાર બોલિવૂડ અને ક્રિકેટના સ્ટાર્સનો મેળાવડો જોવા મળશે. આ પહેલા યુવરાજ-હેઝલ, વિરાટ-અનુષ્કાના લગ્નમાં  બોલિવુડ અને ક્રિકેટ સ્ટાર ભેગા થયા હતા.

ખંડાલામાં યોજાશે સાઉથ ઈન્ડિયન વેડિંગ

મીડિયા રિપોર્ટસનું માનીએ તો આથિયા શેટ્ટી અને કે.એલ રાહુલ લગ્નના તમામ ફંક્શન 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે યોજાશે. પરંતુ હાલમાં પરિવાર કે પછી આ કપલ તરફથી કોઈ કન્ફોર્મેશન સામે આવ્યું નથી. એવા પણ અહેવાલો છે કે, પરિવારમાં લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. બંન્નેના લગ્ન એક સાઉથ ઈન્ડિયન વેડિંગ હશે. જેમાં પીઠી, મહેંદી અને સંગીત અને કેટલાક ફંક્શન હશે. આ લગ્ન સુનીલ શટ્ટીના ખંડાલાવાળા ઘરમાં કરવામાં આવશે.અથિયા શેટ્ટીનો જન્મ 5 નવેમ્બર 1992ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો છે. આથિયા શેટ્ટી એક હિન્દુ પરિવારમાંથી આવે છે. અથિયાએ 2015માં બોલિવૂડ ફિલ્મ ‘હીરો’થી અભિનયની શરૂઆત કરી હતી,

administrator
R For You Admin