ગુજરાત

CMને મળ્યા બાદ પ્રધાન મંડળના સભ્યોએ વિધિવત ચાર્જ સંભાળી પોતાના વિભાગોની કામગીરી શરુ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધીવત રીતે બીજી ટર્મ માટે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમણે પોતાની ઓફિસમાં પૂજન અર્ચન કર્યું હતું અને પોતાની ખુરશી પર બેસીને નવી ટર્મ માટેની જવાબદારી સંભાળી હતી. ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનો વિધિવત પ્રારંભ થયા બાદ નવા પ્રધાનમંડળે વિધિવત રીતે ચાર્જ સંભાળી તેમના વિભાગોની કામગીરી શરૂ કરી છે. મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે આ સમયે પ્રધાન મંડળે તમામ પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા અને ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ પણ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.આ  સમયે નવા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ મુખ્યમંત્રીના  હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું.  તેમજ નવા મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠ્વ્યા હતા.

નવા મંત્રીમંડળમાં આઠ કેબિનેટ કક્ષાના પ્રધાન

 •  બળવંતસિહ રાજપૂત
 • કનુ દેસાઇ
 • રાધવજી પટેલ
 • ઋષિકેશ પટેલે
 • કુવરજી બાવળીયા
 • મુળુ બેરા
 • ભાનુ બાબરીયા
 • કુબેર ડિંડોર

નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન

 • પરષોત્તમ સોલંકી
 • બચુ ખાબડ
 • મુકેશ પટેલે
 • ભીખુ પરમાર
 • પ્રફુલ પાનસેરિયા
 • કુંવરજી હળપતિ

 રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આ બે મંત્રી પાસે

 • હર્ષ સંઘવી
 • જગદીશ પંચાલ

administrator
R For You Admin