રમત ગમત

બેન સ્ટોક્સે કરી ભૂલ, પરંતુ ભારતનું નામ લઈને પાકિસ્તાનની ઠેકડી ઉડી, જુઓ વીડિયો

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ મુલતાનમાં રમાય હતી. જ્યાં બેન સ્ટોક્સની ઇંગ્લિશ ટીમે 26 રને જીત મેળવી હતી. સ્ટોક્સે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં બોર્ડ પર આ શાનદાર જીત લખી હતી, જેનો વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જો કે આ વીડિયો પછી ભારતનું નામ લઈને પાકિસ્તાનની ઠેકડી ઉડવા લાગી હતી. પાકિસ્તાનના લોકો કહેવા લાગ્યા કે ભારતના હાથે શરમજનક હાર બાદ બોર્ડ પોતાનું નામ લખવાનું ભૂલી ગયું છે.

2004માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસ પર ગઈ હતી. જ્યાં ભારતે મુલ્તાનમાં પાકિસ્તાનને હાર આપી હતી. ભારતની આ જીતને મુલ્તાન બોર્ડ પર લખી હતી. પાકિસ્તાને વિનર અને હારેલી ટીમમાં ભારતનું નામ લખ્યું છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્કાનના ચાહકો કહી રહ્યા છે કે, પાકિસ્તાને ભારતને ભારત વિરુદ્ધ જીતાડી દીધું છે.

2004માં રમાયેલી મુલ્તાન ટેસ્ટની વાત કરીએ તો આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ પર 675 રન બનાવી પોતાની પ્રથમ ઈનિગ્સ જાહેર કરી હતી.

સહેવાગી ફટકારી સદી

તે મેચમાં વીરેન્દ્ર સેહવાગે ત્રેવડી સદી ફટકારી હતી અને આ ઇનિંગ બાદ તે મુલતાનના સુલતાન તરીકે ઓળખાવા લાગ્યો હતો. સેહવાગ સિવાય સચિન તેંડુલકરે અણનમ 194 રન બનાવ્યા હતા. સેહવાગે શોએબ અખ્તર, સકલેન મુશ્તાક, અબ્દુલ રઝાક જેવા બોલરોથી સજ્જ પાકિસ્તાની ટીમને ધોઈ નાંખી હતી. તેણે પોતાની ઇનિંગમાં 39 ચોગ્ગા અને 6 સિક્સ ફટકારી હતી.

આ મેચ ભારત 52 રનથી જીત્યું

ભારતીય બોલરોએ પાકિસ્તાની પ્રથમ ઈનિંગ્સને 407 રન પર સમેટી દીધી હતી. ઈરફાન પઠાણ સૌથી વધુ 4 વિકેટલીધી હતી.બીજી ઈનિગ્સમાં 216 રન પર ઓલ આઉટ કરી ભારતે 52 રનથી જીત મેળવી હતી.મુલતાનના બોર્ડમાં નોંધવાની સાથે આ મેચ પણ ઈતિહાસમાં નોંધાઈ ગઈ હતી.

સ્ટોકસની ભુલથી પાકિસ્તાન ટ્રોલ થયું

હવે પાકિસ્તાનની આ મેચને લઈ મજાક ઉડાડવામાં આવી રહી છે. બેન સ્ટોક્સની એક ભુલથી પાકિસ્તાન મુંઝવણમાં મુકાઈ ગયું છે, બોર્ડે મુલ્તાન સ્ટેડિયમમાં હતુ એટલે કે, પાકિસ્તાનના ઘરમાં જ્યાં વિરોધી ટીમનું નામ લખવાનું હતુ, પાકિસ્તાનની વિપક્ષી ટીમ ભારતીય ટીમ હતી અને જીત પણ ભારતે મેળવી હતી. આજ કરાણે બંન્ને જગ્યા પર ભારતનું નામ છે. પરંતુ ભુલ બેન સ્ટોકસે કરી. તેણે પાકિસ્તાનના બોર્ડમાં જ વિપક્ષી ટીમ પાકિસ્તાનનું નામ લખાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનની જગ્યાએ ઈંગ્લેન્ડનું નામ વિરોધી ટીમમાં હોવું જોઈતું હતું.

administrator
R For You Admin