મનોરંજન

OTT પર આવવા માટે આતુર છે પ્રભાસ, જલ્દી જ રિલીઝ થશે એપિસોડ

સુપરસ્ટાર અને બાહબુલી અભિનેતા પ્રભાસ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર જોવા મળશે. સુપરસ્ટાર પ્રભાસ ટૂંક સમયમાં એક ચેટ શોમાં જોવા મળશે. આ ચેટ શો ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થશે. આ શોની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ ચેટ શો તેની બીજી સીઝનમાં ચાલી રહ્યો છે. પ્રભાસના એપિસોડની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોઈને ફેન્સ તેમના ઉત્સાહને રોકી શકતા નથી. શોમાં પ્રભાસ સાથે એક્ટર ગોપીચંદ પણ જોવા મળ્યો હતો. તસવીરોમાં પ્રભાસ ચેક્સ શર્ટ અને બ્લુ કલરના કાર્ગો ટ્રાઉઝરમાં સજ્જ જોવા મળ્યો હતો. વાતચીત દરમિયાન બંને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા

પ્રભાસ ભાગ્યે જ ચાહકોને જાહેરમાં મળતો જોવા મળે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાતચીત કરતો જોવા મળે છે. એટલું જ નહીં, ચાહકોએ પ્રભાસને તેના અંગત જીવન વિશે વાત કરતા ભાગ્યે જ જોયો છે, પરંતુ તમને જણાવી દઈએ કે પ્રભાસ ટૂંક સમયમાં એક ચેટ શોમાં જોવા મળશે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ ચેટ શો OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થશે. તાજેતરમાં, શોના કેટલાક વિશિષ્ટ ચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના પગલે કોમેન્ટ્સ સેક્શન પ્રભાસના વખાણથી છલકાઈ ગયું હતું. ચાહકોએ પ્રભાસના લુકની જોરદાર પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે, પ્રભાસ માટે આ શોમાં જવું કોઈ સન્માનથી ઓછું નથી. આ તેના જીવનની અત્યાર સુધીની સૌથી મોટી કમાણી છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘પ્રભાસ ખૂબ જ સારો લાગી રહ્યો છે. પ્રભાસ અને ગોપીચંદની જોડી ખૂબ જ મજબૂત છે.

સુપર સ્ટાર પ્રભાસ લોકપ્રિય તેલુગુ ચેટ શો ‘અનસ્ટોપેબલ’માં નજર આવશે. જેને અભિનેતા નંદમુરી બાલકૃષ્ણ હોસ્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તસ્વીરો જોઈને ફેન્સ પોતાનો ઉત્સાહ રોકી રહ્યા નથી.

આટલી ફિલ્મોમાં પ્રભાસ જોવા મળશે

તમને જણાવી દઈએ કે, એક્ટર પ્રભાસ આ દિવસોમાં ફિલ્મ આદિપુરૂષને લઈને પણ ચર્ચામાં છે. પ્રભાસ આદિપુરૂષ સિવાય પણ ફિલ્મ ‘સાલાર’માં પણ જોવા મળશે. સાલાર ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. પ્રભાસની સાથે શ્રુતિ હસન પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ સિવાય પ્રભાસ ફિલ્મ ‘કે’ માં પણ જોવા મળશે.

administrator
R For You Admin