બોલિવુડનો બાદશાહ શાહરુખ ખાન છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે. આ વર્ષે શાહરુખ ખાને બ્રહ્માસ્ત્ર સહિત અનેક ફિલ્મોમાં કૈમિયો કર્યો છે પરંતુ ચાહકો કિંગ ખાનની લીડ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2023માં શાહરુખ ખાનની ધમાકેદાર વાપસી થવા જઈ રહી છે. અભિનેતા પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણને લઈ સતત ચર્ચામાં છવાયેલો છે.
પઠાણ 25 જાન્યુઆરીના રોજ બોક્સ ઓફિસ પર આવશે
શાહરુખ ખાનની પાસે હાલમાં એક બાદ એક મોટા બજેટની ફિલ્મો છે. શાહરુખ ખાન એક નહિ પરંતુ ત્રણ-ત્રણ ફિલ્મો લઈ આવી રહ્યો છે. જેમાં પઠાણ, જવાન અને ડંકીનું નામ સામેલ છે. પઠાણ 25 જાન્યુઆરીના રોજ બોક્સ ઓફિસ પર આવશે. આ ફિલ્મ શાહરુખ ખાન માટે ખુબ જ ખાસ છે. પ્રથમ તે લાંબા સમય બાદ આ ફિલ્મને લઈ પરત ફરી રહ્યો છે. બીજું આ ફિલ્મના મેકર્સે મોટા ગ્રાન્ડ લેવલ પર ફિલ્મ બનાવી છે.ત્યારે આ ગ્રાન્ડ લેવલ વાળી ફિલ્મના પ્રોમોશનની તૈયારી પણ મોટા પાયે થવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, શાહરુખ ખાન-દિપીકાની એક્શન ફિલ્મને મોટા લેવલ પર પ્રમોટ કરવામાં આવશે. શાહરુખના ફેનપેજ મુજબ શાહરુખ ખાન ફિફા વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની ફિલ્મ પઠાણને પ્રમોટ કરશે.
તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપ 2022 નવેમ્બરથી શરુ થઈ 18 ડિસેમ્બર સુધી રમાશે. ફિલ્મ પઠાણને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને ડોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું પ્રથમ ગીત બેશરમ રંગ રિલીઝ કરવામાં આવ્યું છે. જે સતત ચર્ચામાં છવાયેલું છે.
આ દિવસોમાં Shah Rukh Khan તેની આગામી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ માંગી રહ્યો છે. શાહરૂખ ખાન રવિવારે વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યો હતો અને પૂજા કરી હતી.વૈષ્ણોદેવી મંદિરથી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાન કાળા રંગના કપડાંમાં જોવા મળ્યો હતો. લાંબા સમય પછી શાહરૂખની ફિલ્મ પઠાણ મોટા પડદા પર ટકોરા મારવા તૈયાર છે.