ટેકનોલોજી

Googleએ લૉન્ચ કરી જીપીએસ જેવી વીપીએસ સર્વિસ, યૂઝર ક્લાઉડમાથી શોધી શકશે વીડિયો ગેમ, જાણો

દુનિયાની ટેક દિગ્ગજ ગૂગલ પોતાના યૂઝર્સ માટે અવારનવાર નવી નવી સુવિધાઓ લૉન્ચ કરતુ રહે છે, હવે આ લિસ્ટમાં વધુ એક ખાસ સર્વિસને એડ કરવામાં છે, ગૂગલે વીડિયો ગેમના શોખીન યૂઝર્સ માટે એક ખાસ સુવિધા ક્લાઉડ મારફતે ગેમ સર્ચિંગની લૉન્ચ કરી છે, આ ખાસ કરીને એવા યૂઝર્સ માટે ખાસ ઉપયોગ થશે જે વીડિયો ગેમ રમી રહ્યાં છે, પરંતુ વીડિયો ગેમ કૉન્સૉલ નથી હોતુ. જાણો ગૂગલની આ નવી સર્વિસ વિશે…..

ગૂગલે પોતાના યૂઝર્સમ માટે જીપીએસા જેવી કામ કરનારી એક વીપીએસ સર્વિસને લોન્ચ કરી છે, સર્વિસની વાત કરીએ તો આમાં ગૂગલ યૂઝર્સ પાસે જ્યારે કોઇ કન્સૉલ ના હોય તે સમયે તેઓ ક્લાઉડમાં સર્ચ કરીને વીડિયો ગેમ રમી શકે છે, આનાથી એક ફાયદો એ થશે કે યૂઝર્સને ક્લાઉડ બેઝ્ડ જુદીજુદી વીડિયો ગેમ મિનીટોમાં મળી શકશે અને તેના માટે કોઇ કન્સૉલની પણ નહીં પડે, ખાસ વાત છે કે આ સર્વિસને અત્યારે ભારતમાં લૉન્ચ કરવામાં નથી આવી પરંતુ, અમેરિકામાં આ મોબાઇલ અને ડેસ્કટૉપ બન્ને માટે અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવાઇ છે, બહુ જલદી આને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવી શકે છે.

Google Chrome યુઝર્સ માટે સારા સમાચાર, પાસવર્ડ ટાઇપ કર્યા વિના કરી શકાશે લોગિન –
Googleએ  Chrome યુઝર્સના અનુભવને સારો કરવા માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ સાથે યુઝર્સને પાસવર્ડ ટાઈપ કરવાની જરૂર નહીં પડે. કંપનીએ ઓક્ટોબરમાં આનું પરીક્ષણ કર્યું હતું. Googleનું આ ઇન્ટીગ્રેટેડ પાસવર્ડ લેસ સિક્યોર લોગિન પ્રોસેસ Chrome Stable M108 માં જોવા મળે છે.

આ નવું Passkeys ફિચર ક્રોમના ડેસ્કટોપ અને મોબાઈલ બંને ડિવાઇસ પર કામ કરે છે. આ માટે તમારા પીસીને Windows 11 અથવા macOS પર અપડેટ કરવું જોઈએ. જ્યારે મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ હોવી જોઈએ. આ સિવાય ગૂગલ યુઝર્સને એન્ડ્રોઈડથી અન્ય ડિવાઈસમાં સિક્યુરિટી સિંક કરવાની સુવિધા આપી રહ્યું છે. આ માટે યુઝર્સ ક્રોમના પાસવર્ડ મેનેજર અથવા થર્ડ પાર્ટી એપની મદદ લઈ શકે છે.

Passkeys એ અનન્ય ડિજિટલ ઓળખ છે જે તમારા ઉપકરણ પર સંગ્રહિત કરી શકાય છે. તે તમારા PC, ફોન અથવા અન્ય ઉપકરણ પર USB સુરક્ષાની જેમ રહી શકે છે. આ સાથે યુઝર્સને સરળ અને સુરક્ષિત ઍક્સેસ મળે છે. Passkeys સાથે યુઝર્સ સરળતાથી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર લૉગિન કરી શકે છે. આ માટે ડિવાઇસના બાયોમેટ્રિક અથવા અન્ય સિક્યોર વેરિફિકેશન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે યુઝરને પાસવર્ડ ટાઈપ કરવાની જરૂર નહીં પડે.

ડેસ્કટોપ પર પણ વાપરી શકાય છે –
ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે ડેસ્કટોપ પર તમે નજીકના મોબાઇલ ઉપકરણમાંથી Passkeys નો પણ ઉપયોગ કરી શકો છો. Passkeysને ઇન્ડસ્ટિઝના ધોરણો અનુસાર બનાવવામાં આવી છે, તેથી તમે આ માટે Android અથવા iOS ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો.

Passkeysમાંથી ફક્ત સુરક્ષિત રીતે જનરેટ થયેલ કોડ જ સાઇટ સાથે એક્સચેન્જ કરવામાં આવે છે. જેના કારણે પાસવર્ડ જેવું કંઈ લીક થવાની શક્યતા નથી. Passkeysને એન્ડ્રોઇડ ક્રોમ પર Google પાસવર્ડ મેનેજરમાં સંગ્રહિત થાય છે. તે Passkeysને યુઝર્સને એન્ડ્રોઇડ ડિવાઇસ પર સિંક કરતું રહે છે. જેના પર સમાન Google એકાઉન્ટ લોગ ઇન કરી શકાય છે. Passkeysને પાસવર્ડ કરતાં વધુ સારું કહેવામાં આવે છે કારણ કે તે યુઝર્સને બાયોમેટ્રિક સેન્સર સાથે એપ્લિકેશન અને વેબસાઇટમાં લોગ ઇન કરવાનો વિકલ્પ આપે છે. આ કારણે યુઝર્સને પાસવર્ડ યાદ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી.

administrator
R For You Admin