આરોગ્ય

હાર્ટ એટેકથી બચવા માટે તમે કરી શકો છો આ ઉપચાર

કોઈ પણ વ્યક્તિને અચાનક બેભાન થાય અને તેના ધબકારા ઘટતા હોય તો તેનો અર્થ કે તે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. આ સ્થિતીમા તે વ્યક્તિને તાત્કાલીક CPR આપવુ જોઈએ. સમયસર CPR આપવાથી તે ર્દદીનો જીવ બચાવી શકાય છે. CPR આપવાથી તે વ્યક્તિને ઓક્સીજન લેવાનો ફ્લો વધી જાય છે.

અત્યારે મોટાભાગના લોકોના મોતનુ કારણ તેમની જીવનશૈલી છે. લોકોની ખરાબ જીવનશૈલીના કારણે લોકો જુદી જુદી બીમારીથી પિડાઈ રહ્યા છે. જેમા સૌથી વધુ હ્રદય રોગના દર્દી જોવા મળે છે. અત્યારે બહારના અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની સાથે સાથે બેઠાડુ જીવન અને કોરોના વાયરસના કારણે પણ હ્રદય રોગ થવાની સંભાવના વધી ગઈ છે. હ્રદય રોગથી બચવા માટે શું કરવુ જોઈએ તે બાબતની આપણને ખબર હોવી જોઈએ કે હ્રદય રોગ થવાના લક્ષણો શુ હોય છે ? હ્રદય રોગથી બચવા માટે શુ કરવુ જોઈએ. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તાતકાલીક ધોરણે કઈ પ્રાથમિક સારવાર કરવી જોઈએ. કાર્ડિયોલૉજિસ્ટ ડો. અજિત જૈનના કહેવા મુજબ જો હ્રદય રોગથી બચવુ હોય તો ખાવા-પીવામા અને જીવનશૈલીમા સુધારો કરવો જોઈએ. જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તે લોકોએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. ડો. અજિત જૈનના મતે જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તે લોકોની ધમનીમા લોહીની ગાંઠ થવાની સંભાવના વધુ જોવા મળે છે, જેના કારણે હ્રદયમા લોહીનુ યોગ્ય પરિભ્રમણ થતુ અટકી જાય છે. જેના કારણે લોકોને હાર્ટ એટેક આવે છે.

હાર્ટ એટેકથી કેવી રીતે બચાવ કરી શકાય

ડો જૈન અનુસાર કોઈ પણ વ્યક્તિને અચાનક બેભાન થાય અને તેના ઘબકારા ઘટતા હોય તો તેનો અર્થ કે તે વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો છે. આ સ્થિતીમા તે વ્યક્તિને તાત્કાલીક CPR આપવુ જોઈએ. સમયસર CPR આપવાથી તે ર્દદીનો જીવ બચાવી શકાય છે. CPR આપવાથી તે વ્યક્તિને ઓક્સીજન લેવાની ફ્લો વધી જાય છે.

CPR કેવી રીતે આપવુ જોઈએ

જ્યારે કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે, તે દર્દીને હોસ્પિટલ લઈ જાવ છો તે દરમિયાન શક્ય હોય તો સૌથી પહેલા તેની છાતીને બંને હાથથી 100 થી 130 પ્રતિ મિનિટની ઝડપે દબાવો. આ દરમિયાન તમારી હથેળીનો નીચેનો ભાગ છાતી પર હોવો જોઈએ. આ પ્રયાસ કરતા હોવ ત્યારે હથેળી છાતીની મધ્યમાં હોય અને પછી તમે દબાણ કરો છો તો તે હ્રદયમા રક્ત પ્રવાહ વહેવામા મદદરુપ થાય છે . આ પ્રક્રિયા કરતાએ વાતનુ ખાસ ધ્યાન રાખો કે છાતી પર વધારે દબાણ ન આવે. આ ઉપરાંત દર્દીને મોં દ્વારા શ્વાસ પણ આપીને તેને મદદરુપ થવાય છે.

administrator
R For You Admin