અત્યારે લોકોમા સ્કીન અને વાળની સમસ્યામા વધારો જોવા મળે છે.તેના માટે લોકો ઘણા ઉપચારો કરતા હોય છે. જેમા સૌથી વધુ ડૈંડ્રફ અને વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે.સામાન્ય રીતે વાળ ખરવાની અને ડૈંડ્રફની સમસ્યા મહિલાઓ અને પુરુષોમા પણ જોવા મળે છે. તેના ઉપચાર માટે કેટલાક ઘરેલુ નુસ્ખા પણ કરતા હોઈએ છે.જેમા વાળને ખરતા બંધ કરવા માટે આમળા, કઢી પત્તાના પાન વગેરેનુ તેલ બનાવીને વાળમા લગાવતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો માને છે કે વાળમા તેલ નાખવાથી ડૈંડ્રફની સમસ્યામા વધારો થાય છે એવી લોકોમા મૂંઝવણ જોવા મળે છે તો આજે આપણે જાણીશું ખરેખર વાળમા તેલ લગાડવાથી ડૈંડ્રફ થાય છે કે નહી.
લોકા શું વિચારે છે વાળમા તેલ નાખવાથી ડેન્ડ્રફ થાય છે
પ્રશ્ન એ છે કે જો વાળમા તેલ લગાવવું વાળ માટે સારું છે તો શું તેનાથી પણ ડેન્ડ્રફ વધી શકે છે. નિષ્ણાતોના મત અનુસાર ઘણા લોકોના માથાની ચામડીમાં ડેન્ડ્રફ હોય છે અને તેઓ એક અઠવાડિયા સુધી વાળમાં તેલ લગાવતા નથી તેના કારણે તેનાથી વાળમાં ડેન્ડ્રફ વધી શકે છે. કેટલાક લોકો માને છે કે તેલ વાળમા લગાવવાથી માથાની ચામડીમાં ખંજવાળ પેદા કરે છે.
એક્સપર્ટે આનું સાચું કારણ જણાવ્યું
નિષ્ણાતોના મત અનુસાર જો તમને લાગે છે કે તેલ ડેન્ડ્રફ માટે ખતરનાક છે, તો તમે ખોટા છો. દરેકે અઠવાડિયામાં એકવાર વાળમાં તેલ લગાવવું જોઈએ. આ સિવાય એવું તેલ પસંદ કરવું જોઈએ, જેમાં ડેન્ડ્રફને દૂર કરનારા તત્વો હોય. તેલ શુષ્ક માથાની ચામડીમાં રાહત આપે છે અને રક્ત પરિભ્રમણમા વધારે કરે છે.
ડેન્ડ્રફથી છૂટકારો મેળવવાના ઉપચારો
જો તમારા વાળમા વધારે ડેન્ડ્રફ હોય તો તમે દહીં અને લીંબૂનો ઘરેલુ ઉપચાર કરી શકો છો. આ ઉપચાર કરવા માટે અડધો કપ દહીં લો તેમા લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને અઠવાડિયામા એક વાર વાળમા લગાવવી તેને હુંમફાળા પાણીથી ધોઈ નાખો. આ ઉપચારનો ફરક તમને 3-4 અઠવાડિયામા જોવા મળશે.