રમત ગમત

નસીબે 3 વાર સાથ પૂરાવ્યો છતાંય ચુકી ગયો સદી, Shreyas Iyer એ ગજબનો વિક્રમ નોંધાવ્યા

શ્રેયસ અય્યરનો પ્રથમ દિવસે કેચ ડ્રોપ થયો હતો, બાદમાં બોલ સીધો જ સ્ટંપમાં જઈને અથડાયો અને લાલબત્તીઓ ઝબકી છતાંય તે બેલ્સ નિચે નહીં પડવાને લઈ આઉટ થયો નહોતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શ્રેયસ અય્યરની રમત શાનદાર રહી હતી. તેની ઈનીંગમાં નસીબે પણ ગજબ સાથ પૂરાવ્યો હતો. આશ્ચર્ય વચ્ચે અય્યરનો કેચ ડ્રોપ થયો અને બાદમાં બોલ પણ સ્ટંપમાં જઈને અથડાયો છતાં તે આઉટ જાહેર થઈ શક્યો નહોતો. આ બધા આશ્ચર્ય સાથે તે સદીની નજીક પહોંચીને પણ સદી ચૂકી ગયો હતો. તેની ઈનીંગ 86 રન પર અટકી ગઈ હતી. અય્યર ઈબાદત હુસૈનના બોલ પર બોલ્ડ થઈને પરત ફર્યો હતો.

ચેતેશ્વર પુજારા અને શ્રેયસ અય્યરની રમતે ભારતની મુશ્કેલ શરુઆતને મજબૂતાઈ તરફ લઈ જવામાં સફળ રહ્યા હતાં. બંને ખેલાડીઓ સદીની નજીક આવીને ચુકી ગયા હતા. અય્યરની આ ચોથી ટેસ્ટ સદી હતી. બીજા દિવસની રમતની શરુઆત કરતા શ્રેયસ પોતાના સ્કોરમાં 4 રન ઉમેરી શક્યો હતો.

3 વાર નસીબે સાથ પૂરાવ્યો

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ઈનીંગમાં શ્રેયસ ગજબનો નસીબદાર રહ્યો હતો. તેને એક બાદ એક ત્રણ વાર જીવતદાન મળ્યા હતા. સૌ પ્રથમ જીવતદાન 30 રનના સ્કોર પર મળ્યુ હતુ. જેમાં નસીબે સાથ આપતા તે પોતાની ચોથી અડધી સદી પુરી કરી શક્યો હતો. બીજી જીવતદાન તેને 67 રનના વ્યક્તિગત સ્કોર પર મળ્યુ હતુ. જેમાં જબરદસ્ત આશ્ચર્ય સર્જાયુ હતુ. બોલ સીધો જ સ્ટંપમાં ઘુસી ગયો અને સ્ટંપ અને બેલ્સની લાલબત્તીઓ ઝબકી ગઈ હતી અને હરફી ટીમના ખેલાડીઓ ખુશીઓ મનાવવા લાગ્યા હતા. પરંતુ બેલ્સ નિચે જ ના પડી અને તે નોટઆઉટ રહ્યો.

બીજા દિવસે પણ તેને નસીબે સાથ આપ્યો હતો. તે 85 રનના વ્યક્તિગત સ્કોર પર હતો એ દરમિયાન ફરી એકવાર તેનો કેચ ડ્રોપ થયો હતો. ઈનીંગમાં આ તેના માટે ત્રીજુ જીવતદાન હતુ. આમ છતાં તે સદી સુધી પહોંચવામાં અસફળ રહ્યો હતો. તે આ મોકોના ફાયદો મેળવી શક્યો નહોતો.

શ્રેયસ અય્યરે નોંધાવ્યા કમાલનો વિક્રમ

ભલે સદી ચુકી ગયો હોય પરંતુ તેણે કમાલ ના વિક્રમ પોતાના નામે નોંધાવ્યા છે. તે એવો પ્રથમ ભારતીય ટેસ્ટ બેટ્સમેન નોંધાયો છે કે, તે પોતાની પ્રથમ 10 ઈનીંગમાં એક પણ વાર સિંગલ ડીઝીટ પર પરત ફર્યો નથી. એટલે કે અય્યરે તેની તમામ 10 ટેસ્ટ ઈનીંગમાં 10 કે તેથી વધારે રન નોંધાવી શક્યો છે. આમ તે સિંગલ ડીઝીટ આંકડા પર આઉટ થઈ પરત ફર્યો નથી. આ 10 ઈનીંગમાં તે એક વાર સદી અને 4 અડધી સદી નોંધાવી છે.

ઉપરાંત બીજી સિદ્ધી તેણે સૌથી વધુ રનના મામલામાં મેળવી છે. તે વર્ષ 2022માં આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં સૌથી વધારે રન નોંધાવનાર ક્રિકેટર બન્યો છે. આ પહેલા સુર્યકુમાર યાદવ 1424 રન બનાવી ચુક્યો છે. પરંતુ હવે અય્યરે 1500 થી વધારે રન વર્ષ દરમિયાન નોંધાવ્યા છે. આમ હવે તે સૌથી વધારે રન બાંગ્લાદેશ સામે 86 રનની ઈનીંગ રમીને નોંધાવી ચુક્યો છે.

administrator
R For You Admin