મનોરંજન

અક્ષય કુમારથી લઈને વરુણ ધવને અવતાર 2 ફિલ્મ જોઈ, જાણો બોલિવૂડ સ્ટાર્સને કેવી લાગી ફિલ્મ

હોલીવુડ ફિલ્મ ‘અવતાર 2‘ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિલીઝ પહેલા, મુંબઈમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મ જોવા માટે આવ્યા હતા. ફિલ્મ જોયા બાદ અક્ષય કુમારથી લઈને વરુણ ધવન સુધીના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી છે. ‘અવતાર 2’ વિશ્વભરમાં 16 ડિસેમ્બર 2022ના રોજ વિવિધ ભાષાઓમાં રિલીઝ થશે.

અક્ષય કુમારે કહ્યું શાનદાર

અક્ષય કુમાર પણ ફિલ્મ અવતાર 2ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે પહોંચ્યો હતો. ફિલ્મ જોયા બાદ અક્ષય કુમારના મોંઢામાંથી એક જ શબ્દો નીકળ્યો Oh boy, અક્ષયે આ ફિલ્મ વિશે ટ્વિટ કરતા કહ્યું, કાલ રાત્રે #AvatarTheWayOfWater જોઈ શાનદાર છે, હજુ પણ હું મંત્ર મુગ્ધ છું , જીનિયસ ક્રાફ્ટ છે, જીનિયસ ક્રાફ્ટ સામે નમન કરવા માંગુ છું.અક્ષય કુમારે આ ટ્વીટમાં ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમરોનને પણ ટેગ કર્યા છે.

વરુણ ધવન પણ ફિલ્મ અવતાર 2ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. ફિલ્મ જોયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર આના રિવ્યુ શેર કર્યા છે. જેમાં તેમણે ટ્વિટ કરતા લખ્યું કે, સિનેમાના ભવિષ્ય માટે અત્યારસુધીની મહત્વપુર્ણ ફિલ્મ છે. સીન અને ઈમોશન્સ બધું જ શાનદાર છે. હું વધુ એક વખતે ફિલ્મ આઈમેક્સ 3ડીમાં જોવા માંગીશ.

ફિલ્મમાં ગ્રાફિક્સ અને VFXનો ઉપયોગ

અવતાર 2 વર્ષે 2009માં રિલીઝ થયેલી ફિલ્મ અવતારની સીક્વલ છે. જે 13 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવી રહી છે. અવતારએ સિનેમાની દુનિયામાં એક ફેરફાર કર્યો છે. ફિલ્મમાં પેંડોરા એક એવી જગ્યા છે જ્યાં નાવી રહે છે જે માણસ જેવા દેખાય છે પરંતુ માણસ હોતા નથી. ફિલ્મમાં તેની શાનદાર દુનિયાને ગ્રાફિક્સ દ્વારા દેખાડવામાં આવી છે. ફિલ્મમાં ગ્રાફિક્સ અને VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સૌ કોઈ નજર હટાવી શકશે નહિ, ફિલ્મનું એડવાન્સ બુકિંગ ચાલું છે. ગત્ત મંગળવાર સુધી અવતાર 2ની 3.5 લાખની ટિકિટ વેચાઈ ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ રેકોર્ડ બ્રેક હશે.

administrator
R For You Admin