વજનમાં ઘટાડો કરવા માટે ફિજિકલ એકિટિવિટીની સાથે-સાથે ડાયટનુ પણ ધ્યાન રાખવુ આવશ્યક છે. જો કોઈ મહિલાને ઝડપથી વજન ઘટાડવુ હોય, તો તે વ્યક્તિને તેની ડાયટમા સુપરફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ.
બીજ: આપણી આસપાસ ઘણા બધા ખાદ્ય બીજ છે જે ચરબીને બર્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જેમા કોળુ, ફ્લેક્સસીડ(અળસી) અને ચિયા સીડ્સનો સમાવેશ થાય છે. જેમા ફાઈબર, ઓમેગા 3 અને વિટામિન્સની ભરપુર માત્રા જોવા મળે છે, જેનાથી મેટાબોલિક રેટમાં સુધારો કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
સુકા મેવા : બદામ, બ્રાઝિલ નટ્સ, પિસ્તા, અખરોટ, જરદાળુ અને કાજુ વજન ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. આ સુકામેવામા ફાઈબર, પ્રોટીન અને સારી ચરબીથી ભરપૂર હોય છે, જેથી ઉચિત માત્રામા સુકામેવાનુ સેવન કરવાથી તે ફાયદાકારક નિવડે છે.
ફળો: સફરજન અને દ્રાક્ષ જેવા ફળોમાં વિટામિન A, B, C અને K હોય છે. જેના કારણે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.