રમત ગમત

Argentina અને France નહિ, આ દેશ FIFA WC ફાઇનલ સૌથી વધુ વખત રમ્યો

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાવા જઈ રહી છે. મોરોક્કો સામે ફ્રાન્સની જીત સાથે તેની મહોર લાગી હતી. પરંતુ, શું આર્જેન્ટિના અને ફ્રાન્સ બંને એવા દેશો છે કે જેઓ સૌથી વધુ વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં રમ્યા છે? જો નહીં, તો તે યાદીમાં કયા દેશો છે?

ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ વખત ફાઈનલ રમવાનો રેકોર્ડ જર્મનીના નામે છે, તેમણે 8 વખત આ કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાંથી તે 4 વખત ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. આ કામયાબી તેને 1954, 1974, 1990, 2014 મળી છે.

જર્મની બાદ બ્રાઝીલે 7 વખત ફિફા વર્લ્ડકપની ફાઈનલ રમી છે. જેમાં તે 5 વખત,વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ સફળતા તેમને 1958, 1962, 1970, 1994 અને 2002 મળી હતી. આ ખિતાબના મામલે ફિફાની સૌથી સફળ ટીમ છે.

સૌથી વધુ ફિફા વર્લ્ડ કપ ફાઈનલ રમવાના મામલે ઈટલી ત્રીજા નંબર પર છે. તે 6 વખત ફાઈનલ રમી ચૂકી છે જેમાંથી તે ચાર વખત જીતી છે. ઇટલીને આ સફળતા 1934, 1938, 1982, 2006માં મળી હતી.

આર્જેન્ટિનાની ટીમ આ વખતે પોતાની 6ઠ્ઠી ફાઈનલ મેચ રમી રહી છે. જેમાં પહેલા રમાયેલા 5 ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં તેણે 2 વખત 1978 અને 1986 ખિતાબ પર કબજો જમાવવા માટે સફળતા મળી છે.

ફ્રાન્સની ટીમ આ વખતે ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલ હશે. આ પહેલા તે 1998, 2006 અને 2018માં ફાઈનલ રમી ચૂકી છે. જોકે, ફ્રાંસને માત્ર બે ફાઇનલમાં જ વિજય મળ્યો હતો. 1998 પછી તેણે 2018નો વર્લ્ડકપ ફાઈનલ રમ્યો અને જીત મેળવી હતી.

administrator
R For You Admin