મનોરંજન

એસ એસ રાજમૌલીની RRR એ રચ્યો ઈતિહાસ, ક્રિટિક્સ ચોઈસ એવોર્ડમાં મળ્યા 5 નોમિનેશન

માર્ચ 2022માં સિનેમાઘરોમાં હિટ થનારી ફિલ્મ એપિક પીરિયડ ડ્રામા આરઆરઆરને દુનિયાભરમાં દર્શકોનો પ્રેમ મળ્યો છે. એસએસ રાજમૌલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરથી સકારાત્મક રિવ્યૂ મળ્યા છે. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 માટે બે નોમિનેશન મળ્યા છે અને તે ઓસ્કારની રેસમાં સામેલ થવાની આશા છે. આરઆરઆર એ પ્રેસટિજિયસ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ 2023માં પાંચ નોમિનેશન મેળવીને બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે આરઆરઆર એ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. મેકર્સે ફિલ્મના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આ અપડેટનું એનાઉન્સમેન્ટ કર્યું છે.

ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ 2023માં આરઆરઆર ને મળ્યા 5 નોમિનેશન

રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRRને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ 2023માં 5 નોમિનેશન મળ્યા છે. કઈ કઈ કેટેગરીમાં નોમિનેશન મળ્યું તે નીચે મુજબ છે.

બેસ્ટ પિક્ચરમાર્ચ 2022માં સિનેમાઘરોમાં હિટ થનારી ફિલ્મ એપિક પીરિયડ ડ્રામા આરઆરઆરને દુનિયાભરમાં દર્શકોનો પ્રેમ મળ્યો છે

બેસ્ટ ડાયરેક્ટર (એસએસ રાજમૌલી)

બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ

બેસ્ટ સોન્ગ (નાટુ નાટુ)

આરઆરઆર મેકર્સે સોશિયલ મીડિયા પર આપી આ જાણકારી

આ મોટી સિદ્ધિથી ખૂબ જ એક્સાઈટેડ ‘આરઆરઆર’ એ હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચારનું એનાઉન્સમેન્ટ કર્યું. આરઆરઆરના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર લખવામાં આવ્યું છે, “બીજો એક દિવસ, આરઆરઆર માટેનો બીજો એક મોટો માઈલસ્ટોન… #RRRmovie ને પ્રેસટિજિયસ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ માટે 5 કેટેગરીમાં નોમિનેટ મળ્યાં છે!!”

આરઆરઆરને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 માટે પણ મળ્યા બે નોમિનેશન

આરઆરઆર 1920 ના દાયકામાં બે રિયલ લાઈફ ભારતીય ક્રાંતિકારીઓ – અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટાટર આ ફિલ્મ માર્ચ મહિનામાં તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં દુનિયાભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગને પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં બે નોમિનેશન પણ મળ્યા છે.

ફિલ્મનું શાનદાર પ્રદર્શન

આ દરમિયાન આરઆરઆરના નિર્માતાઓ એકેડેમી એવોર્ડ્સ માટે તૈયારી કરી રહ્યા છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નોન-અંગ્રેજી ભાષા કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે અને ‘નાટુ નાટુ’ ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યું છે. સંગીતકાર એમએમ કીરવાણીને લોસ એન્જલસ ફિલ્મ ક્રિટિક્સ એસોસિએશન (LAFCA)નો શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. કીરવાણીએ RRRમાં સાત મૂળ ગીતો માટે સંગીત આપ્યું છે. LAFCAએ રવિવારે રાત્રે એવોર્ડ સમારંભ બાદ તેની ઓફિશિયલ વેબસાઈટ પર એવોર્ડ વિજેતાઓની યાદી તૈયાર કરી છે. ફિલ્મના ઓફિશિયલ ટ્વિટર પેજ પર જણાવવામાં આવ્યું છે કે, કીરવાણીએ શ્રેષ્ઠ સંગીત નિર્દેશક માટે પ્રતિષ્ઠિત LAFCA એવોર્ડ જીત્યો છે.

administrator
R For You Admin