મનોરંજન

જાણો કેવી છે અવતાર 2 ની સ્ટોરી, મત્સ્ય અવતાર સાથે શું છે કનેક્શન?

જે ફિલ્મની દરેક ચાહકો રાહ જોઈ રહ્યા હતા તે હોલીવુડની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર‘ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી અવતારને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. જેના કારણે 13 વર્ષ બાદ ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમરોન ફિલ્મના બીજા ભાગ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ સાથે બધાની વચ્ચે હાજર છે. દિગ્દર્શકે આ ફિલ્મમાં પાંચ તત્વોની ઝલક રજૂ કરી છે. આ ફિલ્મનો ઉલ્લેખ થતાં જ તેનું કનેક્શન ભારતીયો સાથે જોડવામાં આવી રહ્યું છે.

પેન્ડોરાની કાલ્પનિક દુનિયાનો પરિચય કરાવ્યો

જેમ્સ કેમરુને અવતારમાં ઓડિયન્સને વર્ષે 2154ના પેન્ડોરાની કાલ્પનિક દુનિયાનો પરિચય કરાવ્યો હતો. જ્યાં વાદળી રંગના લોકોની આબાદી દેખાડી છે. જેમ્સે આને નાવીની દુનિયાનું નામ આપ્યું છે. તે જોવામાં ભલે મનુષ્ય જેવા હોય પરંતુ આ લોકો માણસ નથી. હવે ફિલ્મના ડાયરેક્ટરે ફિલ્મના અન્ય પાર્ટમાં હવા બાદ હવે નાવની અંદર વસેલી દુનિયા દેખાડી છે. અવતાર ધ વે ઓફ વોટરમાં દેખાડવામાં આવ્યું કે, નાવી કઈ રીતે પાણીમાં રહે છે અને જીવો સાથે મિત્રતા બાંધી પ્રેમ કરે છે.

જેમ્સની નાવની દુનિયા પંચતત્વના એક તત્વ પર આધારિત

અવતાર ધ વે ઓફ વોટરના વીએફએક્સના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને જોયા બાદ લોકો અલગ જ અનુભવ કરવાના છે. જેમ્સની નાવની દુનિયા પંચતત્વના એક તત્વ પર આધારિત છે. ભારતીય પૌરાણિક ગ્રંથોમાં પાણીમાં રહેનાર જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ્સના નજીકના લોકોનું માનીએ તો તેમણે અવતારમાં હિંદુ ધર્મ સાથે પ્રેરિત થઈ બનાવી છે.

લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે

ફિલ્મને અત્યાર સુધી જેને પણ જોઈ છે તે લોકો વખાણ કરી રહ્યા છે. અક્ષય કુમારથી લઈ વરુણ ધવન સુધી દરેક લોકો અવતાર ધ વે ઓફ વોટરને જોઈ દંગ રહી ગયા છે, જેમ્સ કેમરુનની કાલ્પનિક દુનિયાના લોકો પર અલગ જ છાપ છોડવામાં કામયાબ રહી છે. ભારતમાં અવતાર ધ વે ઓફ વોટરની ધમાકેદાર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. ફિલ્મ એડવાન્સ બુકિંગ મામલે 20 કરોડથી વધુનો કારોબાર કરી લીધો છે.

administrator
R For You Admin