ઠંડીમાં ફૂંકાતા પવનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. કેટલીકવાર તેના કારણે માથાનો દુખાવો પણ થાય છે અને તેનું મુખ્ય કારણ હેમોડાયનેમિક ફેરફાર હોવાનું માનવામાં આવે છે. આજે આપણે તેના કેટલાક ઘરેલું ઉપાય જાણીશું જેનો ઉપયોગ કરવાથી આરામ અનુભવી શકો છો
જો તમને શિયાળામા ઠંડામાં પવનના કારણે માથાના દુઃખાવાની સમસ્યા થતી હોય તો તમારે રોજ હળદરવાળું દૂધ પીવું જોઈએ. તે શરીરને ગરમી આપવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.
જો તમેને હર્બલ ટી પી શકતા હોય તો તમારે હર્બલ ટી પીવી જોઈએ. આયુર્વેદ અનુસાર તુલસી અને આદુ સાથે કાળી ચા પીવાથી શરદીમાં ફાયદો થાય છે. આ નુસ્ખા અપનાવવાથી શરીરને અન્ય ઘણા ફાયદા પણ થાય છે.
વધારે તકલીફ હોય તો લવિંગ, ઈલાયચી, કાળા મરી, અશ્વગંધા અને અન્ય ઔષધોનો ઉકાળો બનાવીને પી શકો છો. કોરોના સમયમા તેને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવતો હતો. તમે તેને રોજ યોગ્ય માત્રામા પીવુ જોઈએ.વધારે તકલીફ હોય તો લવિંગ, ઈલાયચી, કાળા મરી, અશ્વગંધા અને અન્ય ઔષધોનો ઉકાળો બનાવીને પી શકો છો. કોરોના સમયમા તેને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવતો હતો. તમે તેને રોજ યોગ્ય માત્રામા પીવુ જોઈએ.
શરીરમાં વિટામિન્સની ઉણપને કારણે પણ માથાનો દુખાવો થાય છે. વિટામિન ડી એક આવશ્યક પોષક તત્વ છે અને તેનું સેવન હંમેશા કરવું જોઈએ. તમે સૂર્યપ્રકાશ દ્વારા અથવા તો કેળા અને દૂધ ખાઈને પણ આ ઉણપને દૂર કરી શકો છો.