મનોરંજન

સુનીલ શેટ્ટીએ આથિયા-કેએલ રાહુલના લગ્ન પર સ્પષ્ટતા કરી, કહ્યું મને પણ

બોલિવૂડ અને ક્રિકેટ જગતના સ્ટાર્સ વચ્ચે પ્રેમ જોવા મળવો એ નવી વાત નથી. છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. ફેન્સ આ ફેમસ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવનારા દિવસોમાં બંનેના લગ્નને લઈને નવા સમાચારો સામે આવતા રહે છે. ફેન્સને જ્યારે પણ તક મળે છે ત્યારે તેઓ આ સવાલ સુનીલ શેટ્ટીને પણ પૂછે છે.

આ વચ્ચે વર્ષે 2023 જાન્યુઆરી મહિનામાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને પોતાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આ વચ્ચે અભિનેત્રીના પિતા સુનીલ શટ્ટીએ રિએક્શન આપ્યું છે. સુનીલ શેટ્ટી પોતાની અપકમિંગ ફિલ્મને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેની પર્સનલ લાઈફ અને ફિલ્મને લઈ સવાલો કરવામાં આવ્યા હતા.

અભિનેતાએ મજાકના અંદાજમાં જવાબ આપ્યો

આ દરમિયાન દિગ્ગજ અભિનેતાએ સવાલ કર્યો છે કે, કે એલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન ક્યારે થઈ રહ્યા છે. જેના જવાબમાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે, જ્યારે લગ્નની તારીખ નક્કી થઈ જાય તો મને પણ કહી દે જો. કારણ કે, હું પણ લગ્નમાં સામેલ થઈ શકું. અભિનેતાએ મજાકના અંદાજમાં જવાબ આપ્યો હતો. જોવામાં આવે તો સુનીલ શેટ્ટીના રિએક્શન બાદ લાગી રહ્યું છે કે, જાન્યુઆરીમાં તેમની પુત્રીના લગ્ન થવા એ માત્ર અફવા છે

23 જાન્યુઆરી, 2023ના રોજ લગ્નના બંધનમાં બંધાશે

તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં એવા અહેવાલો હતા કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી 23 જાન્યુઆરી, 2023ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે આ લગ્ન બહુ ઓછા લોકો વચ્ચે થશે. પરિવાર સિવાય માત્ર નજીકના સંબંધીઓ જ આમાં સામેલ થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લગ્નના તમામ ફંક્શન સુનીલ શેટ્ટીના ઘરે જ થશે. પરંતુ હવે અભિનેતાના નવા નિવેદને બધાને વિચારવા મજબૂર કરી દીધા છે.

administrator
R For You Admin