મનોરંજન

ટોલીવુડ ડ્રગ્સ મની લોન્ડરિંગ કેસમાં ફસાય રકુલ પ્રીત સિંહ, EDએ પાઠવ્યું સમન્સ

રકુલ પ્રીત સિંહનું નામ ઈન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસમાંથી એક છે જેને ખૂબ જ ઓછા સમયમાં લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. રકુલે તેની એક્ટિંગ કરિયર દરમિયાન ઘણા મોટા કલાકારો સાથે પણ કામ કર્યું છે. પરંતુ તેનું નામ પણ વિવાદોમાં રહે છે. હાલમાં ટોલીવુડ ડ્રગ્સ મની લોન્ડરિંગ કેસમાં રકુલનું નામ સામે આવ્યું છે. જે બાદ ઈડી તરફથી એક્ટ્રેસને સમન્સ મોકલવામાં આવ્યું છે. તેની સાથે, ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને પણ એક અલગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રોહિત રેડ્ડી અન્ય બે લોકો સાથે ત્રણ વર્ષ પહેલાં બેંગલુરુમાં એક આયોજિત પાર્ટીમાં હાજરી આપી હતી જ્યાં ડ્રગ્સનો ઉપયોગ થતો હોવાનું કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ રકુલ પ્રીત ગયા સપ્ટેમ્બરમાં ઈડી સમક્ષ હાજર થઈ હતી. હવે ફરી એકવાર તેને ડ્રગ્સ કેસમાં 19 ડિસેમ્બરે ઈડી ઓફિસ સમક્ષ હાજર થવું પડશે. આ પહેલા પણ ઈડી દ્વારા ઘણાં તેલુગૂ સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી છે. આ બીજી વાર છે જ્યારે રકુલને ઈડીએ સમન્સ પાઠવ્યું છે.

વર્ષ 2021માં પણ થઈ હતી પૂછપરછ

વર્ષ 2021માં ઈડી દ્વારા રકુલ પ્રીતની પણ પૂછપરછ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ કેસના કથિત મની-લોન્ડરિંગ પાસા પર તેની પૂછપરછ કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ આ કેસમાં રાણા દગ્ગુબાતી, પુરી જગન્નાથ, રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ અને અન્ય સેલિબ્રિટીઓને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

ટોલીવુડ ડ્રગ રેકેટનો 2 જુલાઈ, 2017 ના રોજ ખુલાસો થયો હતો. તે દરમિયાન કસ્ટમ અધિકારીઓએ આ કેસમાં મ્યુઝિશિયન કેલ્વિન મસ્કારેનહાસ અને અન્ય બે લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેના કબજામાંથી 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

જે પછી તેને કથિત રીતે તપાસકર્તાઓને કહ્યું કે તે ફિલ્મી હસ્તીઓ, સોફ્ટવેર એન્જિનિયરો અને કેટલીક કોર્પોરેટ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ટોલીવુડની કેટલીક સેલિબ્રિટીઝના મોબાઈલ નંબર કથિત રીતે તેના કોન્ટેક્ટ લિસ્ટમાં મળી આવ્યા હતા. આ કેસ પછી જ ગયા વર્ષે ટોલીવુડની ઘણી સેલિબ્રિટીઓ નશીલા પદાર્થ સપ્લાયના સનસનાટીભર્યા રેકેટના સંબંધમાં ઈડી સમક્ષ હાજર થઈ હતી.

administrator
R For You Admin