જીવનશૈલી

પીરિયડના ક્રેમ્પ્સથી છૂટકારો મેળવવા તમારા ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ

મોટાભાગની મહિલાઓમાં પીરિયડના દુખાવાની સમસ્યા જોવા મળે છે. પીરિયડના ક્રેમ્પ્સના કારણે તેમને ઘણી તકલીફ થાય છે. આ પીરિયડના દુખવામા રાહત મેળવવા માટે મહિલાઓ દ્વારા અવનવા ઘરેલુ નુસ્ખા અપનાવવામાં આવે છે અને દવાઓ લેવામા આવે છે. પીરિયડમા દવા ખાવાની જગ્યાએ તમારા ડાયટમા આ વસ્તુને ઉમેરો. આ સુપરફુડ ખાવાથી તમારા મસલ્સ રિલૈક્સ થાય છે અને દુખાવામા આરામ મળે છે.

ચોકલેટ

ચોકલેટ એક એવી વસ્તુ છે જે બધાને ખૂબ જ પસંદ કરે છે. ચોકલેટ ખાવામા પણ સ્વાદિષ્ટ હોય છે. તેમા મેગ્નેશિયમનો સ્ત્રોત સારા પ્રમાણમા હોય છે જેના કારણે તે સ્નાયુને આરામ આપવામા મદદરુપ સાબિત થાય છે. ચોકલેટ શરીરમા રહેલા ડોપામાઈનના સ્તરને પ્રોત્સાહન આપે છે જેના કારણે તમારો મૂડ સારો થાય છે, જેના કારણે દુખાવામા રાહત થાય છે. ચોકલેટમા 70 ટકા કોકો પાવડર હોવાથી તે પીરિયડના ક્રેમ્પ્સમાં શ્રેષ્ઠ માનવામા આવે છે.

આદુ

પીરિયડ્સ સમય દરમિયાન દુખાવાની સાથે બીજી પણ અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આદુનું સેવન એ તમામ સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આદુમાં ઈન્ફ્લેમેટરીનો ગુણ હોવાથી તે દુખાવામા ઘટાડો કરે છે. તે સોજો દૂર કરે છે અને પીરિયડ્સ દરમિયાન પેટ ફૂલવામાં પણ રાહત આપે છે.

હળદર

પીરિયડ્સ દરમિયાન ડાયટમાં હળદરનો સમાવેશ કરવો જોઈએ. તે પીરિયડ્સના દુખાવામા ફાયદાકારક છે. આદુ પીરિયડ ક્રેમ્પ્સ અને બ્લોટિંગમા ઘણી રાહત આપે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે જેના કારણે પીરિયડ્સના દુખાવા અને PMS લક્ષણોમાં લાભદાયક છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

પીરિયડ્સના ભયંકર દુખાવાથી રાહત મેળવવા માટે રોજિંદા જીવનમા લીલા પાંદડાવાળી શાકભાજીનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. તેમાં આયર્ન અને ફાઈબરની સાથે ફાયટોકેમિકલ્સ હોવાથી દુખાવામા આરામ મળે છે.

અખરોટ

પીરિયડ્સ ક્રેમ્પ્સ દરમિયાન અખરોટ ખાવાથી તે લાભકારક સાબિત થાય છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડના સારી માત્રા હોય છે તેથી આમા ફાઈબરનો સારો સ્ત્રોત હોય છે. તમે તમારા ખોરાકમા ઉચિત માત્રામા નાસ્તા તરીકે અખરોટનો સમાવેશ કરી શકો છો.

administrator
R For You Admin