લસણ જેવા ઘટકોની વિશેષતા એ છે કે તે ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો લસણનું પાણી રોજ પીવામાં આવે તો સ્પર્મ કાઉન્ટ વધારવા સહિત અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.
શું તમે જાણો છો કે લસણનું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે તે લોહીને પાતળું કરવામાં ઉપયોગી છે. હૃદયની બીમારીઓનું કારણ ગણાતા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખવામાં પણ લસણ મદદરૂપ છે.
હેલ્થ વેબસાઈટ પબમેડમાં જણાવવામાં આવ્યું છે કે લસણના ગુણ પુરુષોમાં પિતા બનવાની ક્ષમતાને વધારી શકે છે. તેનું પાણી રોજ પીવાથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે. તે વંધ્યત્વ દુર થાય છે
લસણનું પાણી પાચનતંત્રને મજબૂત બનાવે છે. શિયાળામાં લસણનું પાણી પીવાથી પેટની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.