મનોરંજન

અવતાર 2’નું એડવાન્સ બુકિંગ ભારતમાં 20 કરોડને પાર, મિડનાઇટ અને વહેલી સવારના શો રદ કરવા પડ્યા

હવે હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર‘ની સ્ટોરી જોવા માટે તૈયાર થઈ જાઓ. 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મનો બીજો ભાગ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. 13 વર્ષની મહેનત બાદ જેમ્સ કેમરૂન ફરી એકવાર પોતાના દર્શકોની વચ્ચે હાજર છે. આ ફિલ્મ જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે.

અવતાર ધ વે ઓફ વોટર રિલીઝ પહેલા જ ચર્ચામાં રહેતી હતી. ફિલ્મની નાની-નાની સ્ટોરી પર ચાહકોની નજર રહેતી હતી. ફિલ્મની રિલીઝ બાદ એ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે, અવતાર ધ વે ઓફ વોટરનું એડવાન્સ બુંકિગની કમાણીએ સૌ કોઈ દંગ કરી દીધા છે. ભારતમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગમાં 20 કરોડનો કારોબાર કરી લીધો છે.

મળતી જાણકારી અનુસાર ફિલ્મને ગુરુવાર રાત્ર સુધીમાં ભારતમાં એડવાન્સ બુકિંગમાં 20 કરોડથી વધુની કમાણી કરી છે. ભારતમાં આટલા સુધી આંકડા પર પહોંચનારી અવતાર 2 પાંચમી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા કેજીએફ ચેપ્ટર 2નો રેકોર્ડ બરાબર છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દરમિયાન 80 કરોડની ટિકિટ વહેંચી હતી.એક તરફ, ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ને લઈને ચાહકોમાં ભારે ચર્ચા છે. ચેન્નાઈના લોકો માટે પણ ખરાબ સમાચાર છે.

ચેન્નાઈના લોકો માટે ખરાબ સમાચાર

અહેવાલો અનુસાર ચેન્નાઈમાં અવતાર ધ વે ઓફ વોટર રિલીઝ થશે નહિ. આ વાત પરથિયેટર માલિકો કહે છે કે તેઓ ડિઝની સ્ટુડિયો સાથે અનુકૂળ સોદો કરવા સક્ષમ ન હતા. જોકે, ચેન્નાઈમાં થિયેટર માલિકોએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે અવતાર: ધ વે ઑફ વૉટર તેમની સંબંધિત મિલકતોમાં રિલીઝ થઈ રહી નથી કારણ કે તેઓ ડિઝની સ્ટુડિયો સાથે અનુકૂળ શરતો પર આવી શક્યા નથી,

મિડનાઇટ અને વહેલી સવારના શો રદ કરવા પડ્યા

એક સુત્રએ બોલિવૂડ હંગામાને જણાવ્યું હતું કે, ડિઝનીએ મુંબઈ અને નજીકના શહેરોમાં મલ્ટિપ્લેક્સને અવતાર: ધ વે ઓફ વોટરને મધ્યરાત્રિએ અને વહેલી સવારે 3:00 વાગ્યે, સવારે 4:00 વાગ્યે 5 અને 6 વાગ્યે શો ખોલવા માટે કહ્યું છે. પરંતુ અડધી રાત્રે સ્ક્રીનિંગ આજકાલ સામાન્ય નથી. સુત્રએ જણાવ્યું કે, અફસોસની વાત મોટાભાગના થિયેટરમાં કોઈ ટિકિટ વહેંચાણી નથી. અમુક થિયેટરમાં તો એક પણ ટિકિટ બુક થઈ નથી. જેને લઈ થિયેટરના મેનેજમેન્ટે આ ફિલ્મની સ્ક્રીનિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ જોનારા કદાચ મોડી રાત્રે કે વહેલી સવારે ફિલ્મ જોવા માટે તૈયાર ન હોય.

administrator
R For You Admin