દેશ-વિદેશ

વડાપ્રધાન મોદી એ રુશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાતચીત, આ મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા

રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે આજે શુક્રવારે વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફોન પર વાતચીત કરી છે. જણાવી દઈએ કે રશિયા-યૂક્રેન વચ્ચે છેલ્લા 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યુ છે. યૂક્રેનને 2-3 દિવસમાં તબાહ કરવાની વાત કરનાર રશિયા 10 મહિનામાં યૂક્રેનને ઘૂંટણ પર લાવી શક્યુ નથી. બંને દેશોના વડાઓના નિવેદન પરથી લાગી રહ્યુ છે કે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે. તે બધા વચ્ચે ભારતના વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ટેલિફોનિક વાતચીત કરીને મહત્વના મુદ્દા પર ચર્ચા કરી છે.

આ ટેલિફોનિક વાતચીત એટલા માટે પણ મહત્વની હતી કે આ મહિનામાં વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસે જવાના હતા. પણ કોઈ કારણસર આ પ્રવાસ ન થઈ શક્યો. વડાપ્રધાન મોદીના રુશિયા પ્રવાસે ન જવાનાના કારણે વૈશ્વિક સ્તર પર ઘણી ચર્ચામાં થઈ રહી હતી અને અટકળો ફેલાઈ રહી હતી.

 

administrator
R For You Admin