મનોરંજન

આ સુંદરીઓ પણ પહેરી ચુકી છે ‘ઓરેન્જ બિકીની’, ઘણી લાંબી યાદી છે

પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકાની કેસરી બિકીની પરનો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો, પરંતુ તમને જણાવી દઈએ કે દીપિકા પહેલા એવી અન્ય અભિનેત્રીઓ પણ છે, જેમણે કેસરી બિકીની પહેરેલી તસવીરો શેર કરી છે.

પઠાણ ફિલ્મ હજી રિલીઝ પણ નથી થઈ અને આ પહેલાં જ ફિલ્મ ઘણા વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ થયા બાદ દીપિકાની કેસરી બિકીનીને લઈને હોબાળો મચી ગયો છે પરંતુ શું તમે જાણો છો કે, દીપિકા પહેલા બીજી પણ એવી સુંદરીઓ છે જેમણે કેસરી બિકીની પહેરી છે.

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ અભિનેત્રી મલાઈકા અરોરાએ તેની કેસરી રંગની બિકીનીમાં એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. દીપિકા પહેલા પ્રિયંકાએ પણ કેસરી રંગની બિકીની પહેરેલી એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રીએ બીચ પર સૂતી વખતે આ ફોટો ક્લિક કર્યો હતો.

ભલે કૅટરિના કૈફ મોટાભાગે લગ્ન પછી સાડી અને સૂટમાં જોવા મળે છે પરંતુ, આ પહેલા તે ઘણી વખત બિકીનીમાં જોવા મળી છે. તેની ફિલ્મ બાર બાર દેખોના સેટ પરથી કેસરી બિકીનીમાં તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

આલિયા ભટ્ટે પણ ઓરેન્જ બિકીનીમાં તેની તસવીર શેર કરી છે. તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બિકીની પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી.

દિશા પટણીની ગણતરી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. તેણે સોશિયલ મીડિયા પર કેસરી બિકીની પહેરેલી એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે સુપર હોટ લાગી રહી છે.

વાણી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર નારંગી રંગની બિકીનીમાં સિઝલિંગ હોટ પોઝ આપતા ફોટા પણ શેર કર્યા છે. તેની સ્ટાઈલને લઈને ફેન્સ પણ ખૂબ જ ક્રેઝી છે.

administrator
R For You Admin